FIFA WC 2018: ફાઇનલમાં પહોંચ્યું ક્રોએશિયા, રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું

News18 Gujarati
Updated: July 12, 2018, 7:50 AM IST
FIFA WC 2018: ફાઇનલમાં પહોંચ્યું ક્રોએશિયા, રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું
ફાઇલ તસવીર

ફૂટબોલ મહાકુંભ ફિફા વર્લ્ડ કપ 2018 પોતાના છેલ્લા ચરણમાં પહોંચી ગયો છે. ફિફા વર્લ્ડકપ 2018માં ઉલટફેરનો દોર સેમીફાઇનલમાં પણ દેખાયો હતો.

  • Share this:
ફૂટબોલ મહાકુંભ ફિફા વર્લ્ડ કપ 2018 પોતાના છેલ્લા ચરણમાં પહોંચી ગયો છે. ફિફા વર્લ્ડકપ 2018માં ઉલટફેરનો દોર સેમીફાઇનલમાં પણ દેખાયો હતો. રશિયામાં રમાઇ રહેલા બીજા સેમીફાઇનલમાં ક્રોએશિયાને ઇંગ્લેન્ડ 2-1થી હરાવ્યું છે. ક્રોએશિયા માટે ઇવાન પેરીસિચ અને મારિયો માંડઝુકિચે ગોલ કર્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડ માટે ગોલ કીયરેન ટ્રિપેયરે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ક્રોએશિયાએ પહેલી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે રવિવારે થનારા ફાઇનલમાં ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે ટક્કર થશે.

5મી મિનિટમાં થયો ગોલ

સેમીફાઇનલમાં ઇંગ્લેડે પહેલો ગોલ કર્યો હતો. ઇંગ્લેન્ડના ડિફેન્ડર કીયરેન ટ્રિપેયરે શાનદાર ફ્રી કિક ઉપર ક્રોએશિયાના ગોલકિપરને ચકમો આપ્યો હતો. 5મી મિનિટમાં આ ગોલને જોતા દરેકને ડેવિડ બેકહમની જાદુઇ ફ્રી કિક યાદ અપાવી હતી.

ક્રોએશિયાના ઇવાને જબદસ્ત હાઇ જંપ કિકથી કર્યો ગોલ

બીજી તરફ ક્રોએશિયાની પણ ટીમ ચૂપ ન બેઠી. તેણે 68મી મિનિટે વળતો જવાબ આપ્યો હતો. ક્રોએશિયાને અનુભવી ખેલાડી ઇવાન પેરીસિચે જબદસ્ત હાઇ જંપ કિક લગાવીને ઇંગ્લિશ ગોલકિપરને કોઇ તક ન આપી. પેરીસિચની આ કિકના કારણે ક્રોએશિયાએ 1-1થી બરાબર કરી દીધી હતી. આમ ક્રોએશઇયાના વળતા જવાબ બાદ ઇંગ્લેન્ડની ટીમે કોઇ પ્રદર્શન કર્યું હતું. આમ ફૂલ ટાઇમ સુધી 1-1 પુરી થઇ હતી.

એક્સ્ટ્રા ટાઇમમાં રોમાંચમેચ એક્સ્ટ્રા ટાઇમ સુધી પહોંચી હતી. જ્યાં પહેલી 15 મિનિટમાં કોઇ ગોલ થયો ન્હોતો. પંતુ 109મી મેચમાં ક્રોએશિયાના મારિયો માંડઝુકિચે ઇંગ્લેન્ડને ચોંકાવતા જબદસ્ત ગોલ કર્યો હતો. મારિયોના ગોલથી ક્રોએશિયાની ટીમ 2-1થી આગળ નીકળી હતી. ત્યારબાદ ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને કોઇ તક આપી નહીં. ક્રોએશિયા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનાર 13મો દેશ બની ગયો.
First published: July 12, 2018, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading