Home /News /sport /

FIFA: ટીમ ચેમ્પિયન બનતા જ ફાંસના રાષ્ટ્રપતિ નાચવા લાગ્યા

FIFA: ટીમ ચેમ્પિયન બનતા જ ફાંસના રાષ્ટ્રપતિ નાચવા લાગ્યા

  ફ્રાંસ 20 વર્ષ બાદ ફરી ફૂટબોલમાં ચેમ્પિયન બન્યું છે. રશિયાના લુન્ઝિકી સ્ટેડિયમમાં રવિવારે રમવામાં આવેલ ફિફા વર્લ્ડ કપ 2018ની ફાઈનલમાં ફ્રાંસે ક્રોએશિયાને 4-2થી હરાવ્યું છે. ફ્રાંસની ટીમ ચેમ્પિયન બનતા જ રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રો પણ ખુબ ઉત્સાહિત થઈ ગયા અને સ્ટેડિયમની ગેલરીમાં જ ડાંસ કરવા લાગ્યા. ત્યારબાદ મેદાનમાં દોડી આવ્યા અને ખેલાડીઓને ગળે લગાવી શુભકામના પાઠવી. મૈક્રો ક્રોએશિયાની રાષ્ટ્રપતિ કોલિંડા ગ્રેબર કિતારોવિકને પણ ગળે મળ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન પણ ફાઈનલ મેચ જોવા માટે પહોંચ્યા હતા.

  ફાઈનલ મેચ ખતમ થતાં જ રશિયાથી લઈ ફ્રાંસ સુધી તમામ ફૂટબોલ પ્રેમી જશ્નમાં ડુબી ગયા હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ પોતાની ભાવનાને કાબુમાં રાખી શક્યા ન હતા. તેમણે પણ ડાંસ કરી જશ્ન મનાવ્યું. તો ખેલાડીઓ સાથે ફોટો ખેંચાવી ખુશી જાહેર કરી. વરસાદમાં પણ પલળતા રહ્યા.

  મેક્રો ખેલાડીઓની સાથે ચેજિંગ રૂમમાં પણ ગયા. અને ત્યાં પણ ડાંસ કર્યો. રાષ્ટ્રપતિના આ અંદાજ પર ખેલાડી મેંડીએ ટ્વીટ કર્યું કે, મિસ્ટર પ્રેસિડન્ટ, તમારો આ અંદાજ જોઈ આાશ્ચર્ય છું. આ રીતે શુભકામના આપવા બદલ ખુબ ખુબ આબાર. તમને જણાવી દઈએ કે, મેંડી ફ્રાંસની ટીમના ડિફેંડર છે.

  બીજી વખત ફૂટબોલ ચેમ્પિયન બન્યું ફ્રાંસ
  ફ્રાંસે બીજી વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો છે. આ પહેલા ફ્રાંસે 1998માં વર્લ્ડકપ જીત્યો હતો. ક્રોએશિયાની આ પહેલી ફાઈનલ મેચ હતી. જોકે તેનું ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું.

  ક્રોએશિયાના રાષ્ટ્રપતિ કોલિંદા ભાવૂક થયા
  આ બાજુ ફ્રાંસના રાષ્ટ્રપતિએ જીતના જશ્નમાં ડાંસ કર્યો અને ક્રોએશિયાના રાષ્ટ્રપતિ કોલિંડા ગ્રેબર કિતારોવિકને પણ તેઓ ગળે મળ્યા હતા. આ દરમ્યાન કોલિંડા ભાવુક થઈ ગયા અને આંખમાંથી આંસુ બહાર આવી ગયા હતા. કોલિંડાએ કહ્યું હતું કે, તે ફાઈનલ મેચ રાષ્ટ્રપતિના રૂપે નહી જાય, પરંતુ ક્રોએસિયાની ફૂટબોલ ટીમની ફેન બનીને જશે. એક એવા વ્યક્તિ તરીકે જઈશ, જે બાળપણમાં ખુબ ફૂટબોલ રમી છે. કોલિંડાની આ રમતની ભાવનાની એવોર્ડ સેરેનમીમાં ખુબ ચર્ચા થઈ રહી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Dance, Emmanuel Macron, FIFA World Cup 2018

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन