ફિફા વર્લ્ડકપ 2018: વર્લ્ડકપ બન્યો સ્ટેડિયમની નજીક રહેતા લોકો માટે આફત

News18 Gujarati
Updated: June 13, 2018, 11:19 PM IST
ફિફા વર્લ્ડકપ 2018:  વર્લ્ડકપ બન્યો સ્ટેડિયમની નજીક રહેતા લોકો માટે આફત
News18 Gujarati
Updated: June 13, 2018, 11:19 PM IST
વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફુટબોલ વર્લ્ડકપનો પ્રારંભ 14મી જૂનથી થઈ રહ્યો છે. જોકે આ વર્લ્ડ કપ યેકોતેરિનબર્ગ શહેરના નિવાસીઓ માટે આફતરૂપ બનીને આવ્યો છે કેમ કે, સુરક્ષાના નામે તેઓ પોતાના જ ઘરમાં જ નજરકેદ થઈને રહી ગયો છે.

14 જૂનથી 15 જૂલાઈ સુધી યોજાનાર વર્લ્ડકપ માટે સઘન સુરક્ષા બંદોબસ્ત કરાયો છે પરંતુ સુરક્ષા બંદોબસ્તને કારણે યેકાતેરિયનબર્ગ શહેરમાં સ્ટેડિયમની નજીક રહેતા લોકોની સ્થિતિ વધુ ખરાબ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી નજીક રહેનાર ફુટબોલ સ્ટેડિયમની નજીક રહેનારા નાગરિકોને મુખ્ય માર્ગ, ઘરોની છત અને ઘરના મુખ્ય દ્નારા પર ઉભા રહેવાની સાથે પાર્કિંગનો ઉપયોગ કરવાની પણ રોક લગાવી દેવામાં આવી છે. ફૂટબોલ સ્ટેડિયમ રહેણાક વિસ્તારથી એટલો નજીક છે કે, લોકો પોતાના ઘરની બારીએથી પણ મેચ જોઈ શકે છે. તેવામાં પ્રશાસનને કોઈ પ્રકારના હુમલાની આશંકાને ધ્યાને રાખીને સ્ટેડિયમ અને રહેણાક વિસ્તાર વચ્ચે લોખંડના તારથી વિભાજન કરી દેવાયું છે. આ ઉતરાંત ત્રણ મીટર ઉંચા અવરોધક અને સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે જેથી લોકો ઘરમાંથી મેચ ન જોઈ શકે.

આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ચાર મેચ યોજાનાર છે. સ્થાનિક લોક માટે મુશ્કેલી એટલા માટે પણ વધુ છે કે, એક મહિના સુધી ચાલતા ટૂર્નામેન્ટ જ્યા 15 જૂલાઈએ સમાપ્ત થશે ત્યારે તેમના માટે આ રોક ઓગસ્ટ સુધી રહેશે પોલીસ લોકોને શેડ અને બારીએ ન ઉભા રહેવા જણાવ્યું છે. પોલીસે કહ્યું છે કે, જો તેઓ બારીએ ઉભેલા જોવા મળશે હુમલાખોર સમજી પોલીસ સ્નાઈપર ગોળી મારી શકે છે. સ્ટેડિયમમાં 27 ક્રાઈલોવા સ્ટ્રીટની નજીક રહેનાર 12 માળેથી લોકો પોતાના ઘરની બારીએથી બેસીને મેચ જોઈ શકે છે અને સ્ટેડિયમના સેટ્ન્ડમાં બેઠેલા દર્શકોને પણ જોઈ શકે છે.

અહીની એક સ્થાનિક નાગરિક એલીના મોરમોલે કહ્યું કે, અમે તો પ્રાણી સંગ્રાહલયમાં રહેવા મજબૂર બન્યા છીએ અને અમારી બિલ્ડીંગના મુખ્ય દ્વાર પણ બંધ છે. 15 લાખ લોકોની વસ્તીવાળા યેકાતેરિનબર્ગ જ નહી પરંતુ અન્ય યમાન શહેરોમાં પણ આ પ્રકારે સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. અન્ય એક શહેરના નિવાસી અને સુરક્ષા ઘેરામાં રહેલા યેવેજિની ચેનોવે કહ્યું કે, લોકોની સુરક્ષા માટે કરાયેલી સુરક્ષાના કારણે અમને મુશ્કેલી પડી રહી છે. તેણે કહ્યું કે, તેઓ સ્ટેડિમયની નજીક એક દુકાન ચલાવે છે પરંતુ અહી સુરક્ષાને કારણે તેની કમાણી અડધી થઈ ગઈ છે. આ ઉપરાંત ચેલિયાબિન્સક સ્થિત સ્થાનિક એરપોર્ટ પર પણ વર્લ્ડ કપ દરમિયાન લોકોને વિદેશ જવા પર રોક લાગી શકે છે.

 
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर