Home /News /sport /

રશિયા ક્વાર્ટર ફાઇનલમાં, સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવ્યું

રશિયા ક્વાર્ટર ફાઇનલમાં, સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવ્યું

ફિફા

    રશિયાએ મેજર અપસેટ સર્જતા 2010ના વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને હરાવી ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારે રમાયેલી ત્રીજી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રશિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેન સામે 4-3થી વિજય મેળવ્યો હતો. નિર્ધારિત અને એકસ્ટ્રા સમયમાં સ્કોર 1-1થી બરાબર રહેતા પેનલ્ટી શૂટઆઉટ પર વિજેતાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  આ પરાજય સાથે જ સ્પેનના વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો છે.

    રશિયાએ 48 વર્ષ પછી ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. આ પહેલા 1970માં સોવિયત સંઘ હતું ત્યારે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

    રશિયા તરફથી જીતનો હીરો ગોલકીપર ઇગોર અકીનફીવ રહ્યો હતો. તેણે મેચ દરમિયાન ઘણા બચાવ કર્યા હતા અને પછી પેનલ્ટી શુટઆઉટમાં પણ બે બચાવ કર્યા હતા. સ્પેને નિર્ધારિત અને એકસ્ટ્રા ટાઇમમાં 79 ટકા બોલ પોતાની પાસે રાખ્યો હતો છતા રશિયાના ડિફેન્સને ભેદવા નિષ્ફળ રહ્યા હતા.

    રશિયા તરફથી ફેડોર સમોલોવ, ઇગ્નાશેવિચ, ગોલોવિન અને ડેનિસ ચેરીશેવ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરવા સફળ રહ્યા હતા. સ્પેન તરફથી ઇનિસ્તા, પિક અને સર્ગિયો રામોસે પેનલ્ટીમાં ગોલ કર્યો હતો. કોકે અને ઇયગો અસ્પાસ ગોલ કરી શક્યા ન હતા.

    આ પહેલા રશિયાના ઇવાન ઇગ્નાસેવિચે 12મી મિનિટે આત્મઘાતી ગોલ કરતા સ્પેનને શરૂઆતમાં 1-0થી મહત્વપૂર્ણ લીડ મળી ગઈ હતી. પ્રથમ હાફ ખતમ થવાની તૈયારી હતી ત્યારે 41મી મિનિટે રશિયાના ડિજ્યુબાએ પેનલ્ટી પર ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. સ્પેનના ગેરાર્ડ પીકેનો હાથ બોલને અડતા રશિયાને પેનલ્ટી મળી હતી. પીકેને 40મી મિનિટે મેચનું પ્રથમ યલો કાર્ડ આપવામાં આવ્યું હતું. નિર્ધારિત સમયમાં સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 FIFA World Cup, Fifa-2018, Russia, Spain

    આગામી સમાચાર