Home /News /sport /FIFA WC 2018: મેસ્સીએ કર્યો સ્વીકાર, મારી કારકિર્દીની સૌથી તણાવભરી મેચ હતી

FIFA WC 2018: મેસ્સીએ કર્યો સ્વીકાર, મારી કારકિર્દીની સૌથી તણાવભરી મેચ હતી

    આર્જેન્ટિનાના સ્ટાર લાયોનેલ મેસ્સીએ નાઇજીરિયા સામે 2-1થી મળેલી જીત પછી સ્વીકાર કર્યો છે કે પોતાની કારકિર્દીમાં ક્યારેય આવી તણાવભરી સ્થિતિમાંથી પસાર થયો નથી. આ જીત પછી ભાવુક બનેલા મેસ્સીએ ભગવાનનો આભાર માનતા કહ્યું હતું કે અમે જાણતા હતા કે ભગવાન અમારી સાથે છે અને તે અમને ટૂર્નામેન્ટમાંથી બહાર થવા દેશે નહીં. આર્જેન્ટિના માટે આ મેચ કરો યા મરો સમાન હતી.

    મેચ પછી મેસ્સીને પુછવામાં આવ્યું હતું કે આ તેના કારકિર્દીની સૌથી તણાવપૂર્ણ મેચ હતી. તો મેસ્સીએ કહ્યું હતું કે આ પહેલા ક્યારેય આવી સ્થિતિમાંથી પસાર થયો નથી. આર્જેન્ટિનાના કોચ જોર્જ સામ્પોલીએ કહ્યું હતું કે જ્યારે નાઇજીરિયાએ પેનલ્ટી દ્વારા બરાબરીનો ગોલ કર્યો તો ટીમ બહાર થઈ જશે તેવી ચિંતા પરેશાન કરવા લાગી હતી. પેનલ્ટી પછી અમે થોડા ચિંતિત થઈ ગયા હતા. અમને ચિંતા થતી હતી કે અમારી સફર અહીં જ ખતમ થઈ જાય નહીં. અમે અંતમાં ઘણા ખુશ થયા હતા. ખેલાડીઓએ પોતાનો જીવ લગાવી દીધો હતો.

    મેસ્સી આ વર્લ્ડ કપમાં પ્રથમ ગોલ કરવા સફળ રહ્યો હતો. તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 fifa, 2018 FIFA World Cup, Lionel Messi, ફિફા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन