Home /News /sport /

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના સૌથી મોટા પ્રશંસકે મેસ્સીની ટીમના કરી દીધા ડાંડીયા ડુલ

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના સૌથી મોટા પ્રશંસકે મેસ્સીની ટીમના કરી દીધા ડાંડીયા ડુલ

એમબાપે સાથે રોનાલ્ડો.

    ફિ્ફા વર્લ્ડ કપમાં શનિવારે જે કાંઈ પણ બન્યું તેનાથી પ્રશંસકો નિરાશ થયા છે. એક જ દિવસે બે મોટી ટીમ આર્જેન્ટિના અને પોર્ટુગલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે. જ્ચારે ટીમની સાથે-સાથે બે એવા દિગ્ગજ ખેલાડીઓની વર્લ્ડ કપ સફર પણ ખતમ થઈ ગઈ છે. જે કદાચ પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ આર્જેન્ટિનાના લાયોનેલ મેસ્સી અને પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની.

    આર્જેન્ટિનાને ફ્રાન્સે 4-3થી હરાવ્યું હતું. આ મેચમાં મેસ્સીના પ્રદર્શન ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ ફ્રાન્સનો 19 વર્ષના ફૂટબોલર પોતાના પ્રદર્શનથી નવો સનસની બની ગયો છે. ફ્રાન્સના યુવા ફોરવર્ડ કીલિય એમબાપેએ આર્જેન્ટિના સામે બે ગોલ ફટકાર્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. જોકે એમબાપે વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે. 19 વર્ષનો આ ખેલાડી બાળપણથી જ મેસ્સીના સૌથી મોટા હરીફ પોર્ટુગલના રોનાલ્ડોને પોતાનો રોલ મોડલ માને છે અને તેનો મોટો પ્રશંસક છે.

     ફ્રાન્સે મેસ્સીની ટીમ આર્જેન્ટિના પર જીત મેળવી ત્યારે ટ્વિટર પર એમબાપેને એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરમાં તે પોતાના રૂમમાં બેઠેલો છે અને દિવાલ પર રોનાલ્ડોની તસવીરો લાગેલી છે. સાથે એક તસવીરમાં તે રોનાલ્ડો સાથે એક પ્રશંસક તરીકે ફોટો પડાવતો જોવા મળે છે. પોતાના આદર્શ સાથે જ એક જ ટૂર્નામેન્ટમાં આવા શાનદાર પ્રદર્શનથી એમબાપેએ ઘણા નવા પ્રશંસકો બનાવી લીધા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 fifa, 2018 FIFA World Cup, Cristiano ronaldo, Lionel Messi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन