Home /News /sport /

આ ખેલાડીને નથી ખબર પોતાના પિતાનું નામ, હવે દુનિયા કરી રહી છે સલામ!

આ ખેલાડીને નથી ખબર પોતાના પિતાનું નામ, હવે દુનિયા કરી રહી છે સલામ!

    રશિયામાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ-2018માં ફ્રાન્સે 12 વર્ષ પછી ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ફ્રાન્સે સેમિફાઇનલમાં મજબૂત ટીમ બેલ્જિયમને 1-0થી હરાવ્યું હતું. ફ્રાન્સ તરફથી એકમાત્ર ગોલ ડિફેન્ડર સૈમુઅલ ઉમ્ટીટીએ કર્યો હતો. તેના શાનદાર હેડર સામે બેલ્જિયમનો ગોલકીપર ચમકો ખાઈ ગયો હતો. આ સાથે જ ફ્રાન્સે ફાઇનલની ટિકિટ પાકી કરી લીધી હતી.

    ફ્રાન્સના હીરો સૈમુઅલ ઉમ્ટીટીનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. ઉમ્ટીટીનો જન્મ 14 નવેમ્બર 1993ના રોજ કેમરુનમાં થયો હતો. તેની કરુણતા એ છે કે તેને તેના પિતાનું નામ પણ ખબર નથી. ઉમ્ટીટીની માતાએ ક્યારેય તેને કહ્યું નથી કે તેના પિતા કોણ છે.



     ઉમ્ટીટી જ્યારે બે વર્ષનો હતો ત્યારે તેની માતા રેફ્યુજી તરીકે ફ્રાન્સ આવી ગઈ હતી. આ પછી ઉમ્ટીટી ફ્રાન્સમાં જ ફૂટબોલ શીખ્યો હતો. ઉમ્ટીટીને કેમરુન તરફથી પણ ફૂટબોલ રમવાની તક મળી હતી. કેમરુન ફૂટબોલ એસોસિયેશનના મહાન ફૂટબોલર રોજર મિલાએ ઉમ્ટીટીને કેમરુન તરફથી વર્લ્ડ કપ રમવા માટે વિનંતી કરી હતી. જોકે ઉમ્ટીટીએ ના પાડી હતી.

    કરાકિર્દીની શરૂઆતમાં ઉમ્ટીટી એક સ્ટ્રાઇકર હતો. આ પછી મિડફિલ્ડમાં રમવા લાગ્યો પણ પછી તેણે ડિફેન્ડરનું સ્થાન નક્કી કરી લીધું હતું. હવે તે કારકિર્દીના અંત સુધી આ જ પોઝિશન પર રમવા માંગે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 FIFA World Cup, ફિફા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन