Home /News /sport /

FIFA WC 2018 : ફ્રાન્સ સેમિફાઇનલમાં, ઉરુગ્વેને 2-0થી હરાવ્યું

FIFA WC 2018 : ફ્રાન્સ સેમિફાઇનલમાં, ઉરુગ્વેને 2-0થી હરાવ્યું

તસવીર - ફિફા

    ફ્રાન્સે ઉરુગ્વેને હરાવી ફિફા વર્લ્ડ કપ-2018ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સે ઉરુગ્વે સામે 2-0થી વિજય મેળવ્યો હતો. શુક્રવારે રમાયેલી મેચમાં રાફેલ વરાને 40મી મિનિટે પોતાની ટીમ તરફથી પ્રથમ ગોલ કર્યો હતો. ફ્રાન્સના ડિફેન્ડર એન્ટોની ગ્રીઝમેનના પાસ પર રાફેલે ગોલ કર્યો હતો. ઉરુગ્વેને એક મિનિટ પછી બરાબરી કરવાની તક મળી હતી પણ માર્ટિન કારેસના હેડરને ફ્રાન્સના ગોલકીપર હુગો લોરિસે છલાંગ લગાવી રોકી લીધો હતો.

    હાફ ટાઇમ સુધી ફ્રાન્સની ટીમ 1-0થી આગળ હતી. આ પછી ફ્રાન્સ તરફથી 61મી મિનિટે ગ્રીઝમેને ગોલ કરી ટીમને 2-0થી લીડ અપાવી હતી. જે અંત સુધી યથાવત્ રહી હતી. ગ્રીજમેનના શોટ પર ઉરુગ્વેનો ગોલકીપર ચૂકી ગયો હતો અને તેના હાથથી અડીને બોલ ગોલપોસ્ટમાં ચાલ્યો ગયો હતો.

     ઉરુગ્વેને પોતાના સ્ટાર ખેલાડી એડિનશન કવાનીની ખોટ પડી હતી. તે ઈજામાંથી ઉબરી શક્યો ન હતો. ફ્રાન્સ સેમિફાઇનલમાં બ્રાઝિલ અને બેલ્જીયમ સામેની વિજેતા ટીમ સામે ટકરાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 FIFA World Cup, Fifa-2018, France

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन