Home /News /sport /

FIFAએ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ, કહ્યું- ભારતમાં ન થઇ શકે વર્લ્ડ કપનું આયોજન

FIFAએ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ, કહ્યું- ભારતમાં ન થઇ શકે વર્લ્ડ કપનું આયોજન

ફીફાએ (FIFA ban India football)કહ્યું કે સસ્પેન્સન તત્કાલ પ્રભાવથી લાગુ થશે (પ્રતિકાત્મક તસવીર)

Indian football - ફીફા ભારતના ખેલ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ સુધી પહોંચવાની આશા છે

    ઝ્યૂરિખ : ફીફાએ (Fifa) ત્રીજા પક્ષ દ્વારા બિનજરૂરી દખલનો હવાલો આપીને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને (All India Football Federation)સસ્પેન્ડ કરી દીધું છે. આ સાથે જ ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન રમાનાર ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાની પણ ખતરામાં પડી ગઇ છે. ફીફાએ (FIFA ban India football)કહ્યું કે સસ્પેન્સન તત્કાલ પ્રભાવથી લાગુ થશે.

    ફીફાએ એક નિવેદનમાં કહ્યું કે ફીફા પરિષદના બ્યૂરોએ સર્વસંમતિથી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને (AIFF)અનુચિત હસ્તક્ષેપના કારણે તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફીફાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. નિલંબન ત્યારે જ હટશે જ્યારે AIFF કાર્યકારી સમિતિના સ્થાને પ્રશાસકોની સમિતિનો રચવાનો નિર્ણય પાછો લેવામાં આવશે અને એઆઈએફએફ પ્રશાસનને મહાસંઘના રોજના કામમાં બધુ નિયંત્રણ આપવામાં આવશે.

    આ પણ વાંચો - ઇંગ્લેન્ડના ક્રિકેટરો જાતે જ ખુરશી ઉપાડી મેદાનની બહાર કેમ જવા લાગ્યા? જાણો શું છે ઘટના

    ફીફાએ કહ્યું કે તેનો મતલબ એ છે કે અંડર-17 મહિલા વર્લ્ડ કપ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ભારતમાં થઇ શકશે નહીં. ફીફા ભારતના ખેલ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ સુધી પહોંચવાની આશા છે. વર્લ્ડ કપના મુકાબલા 11 થી 30 ઓક્ટોબર દરમિયાન આયોજીત થવાના છે. ફીફા પણ ટૂર્નામેન્ટના સંબંધમાં આગામી પગલાનું આકલન કરી રહ્યું છે અને જરૂરિયાત પડશે તો આ મામલાને કાઉન્સિલને મોકલશે.

    આ પહેલા ભારતના પૂર્વ કેપ્ટન બાઇચુંગ ભૂટિયાએ કહ્યું હતું કે પૂર્વ સીનિયર ખેલાડી બ્રૂનો કોટિન્હો અને આઈએમ વિજયન અખિલ AIFFના અધ્યક્ષ પદ માટે યોગ્ય ઉમેદવાર છે. જોકે તે કોઇ નિર્ણય કરતા પહેલા મતદાતાઓની યાદી બનવાની રાહ જોવાનું પસંદ કરશે.

    આ પણ વાંચો - પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ, એકબીજા પર કર્યા આવા પ્રહારો

    ચૂંટણી અધિકારીએ 67 મતદાતાઓની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 31 રાજ્ય એકમોના પ્રતિનિધિ અને 36 ફૂટબોલ ખેલાડી સામેલ છે. મોટી સંખ્યામાં ખેલાડીઓના સામેલ થવા પર ફીફાએ પહેલા જ તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી.

    ફીફાએ આ મહિનાની શરૂઆતમાં જ ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે એઆઈએફએફને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. આ ચેતવણી એઆઈએફએફની ચૂંટણી કરાવવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશના થોડા દિવસો પછી આવી હતી. 28 ઓગસ્ટે AIFFની ચૂંટણી થવાની છે. આ મામલે 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sports news, સ્પોર્ટ્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन