Home /News /sport /Argentina vs Croatia: મેસીએ તોડયા રેકોર્ડ્સ, આર્જેન્ટિના તરફથી FIFA વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ

Argentina vs Croatia: મેસીએ તોડયા રેકોર્ડ્સ, આર્જેન્ટિના તરફથી FIFA વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ

argentina croatia messi

FIFA 2022: આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચેની સેમી ફાઇનલમાં મેસી મેજિક ચાલ્યું હતું. આર્જેન્ટિના છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું અને મેસીએ અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા.

FIFA 2022 Argentina vs Croatia: ફૂટબોલ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચેની મેચમાં આર્જેન્ટિનાનો શાનદાર વિજય થયો છે. આ સાથે આર્જેન્ટિના અને મેસીએ અનેક રેકોર્ડ તોડયા છે. જાણો કયા છે આ રેકોર્ડ્સ.

છઠ્ઠી વખત ફાઇનલમાં

આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ 1930માં તેને ઉરુગ્વેએ હરાવ્યુ હતું. 1978ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને હરાવીને પ્રથમ વખત ટાઇટલ કબજે કર્યું હતું. જે બાદ 1986માં આર્જેન્ટિનાએ ફાઇનલમાં પશ્ચિમ જર્મનીને હરાવ્યું હતું. ત્યારબાદ 1990માં પશ્ચિમ જર્મની સામે ટાઈટલ મેચમાં હાર થઈ હતી. તો બીજી તરફ 2014 માં પણ તેને જર્મની સામે પરાજય મળ્યો હતો.



ફર્સ્ટ હાફમાં ચાલ્યું મેસી મેજિક

હાફ ટાઈમમાં આર્જેન્ટિના 2-0થી આગળ હતું. ત્યારે તેના તરફથી કેપ્ટન લિયોનેલ મેસ્સી અને યુવા સ્ટાર જુલિયન અલ્વારેઝે એક-એક ગોલ કર્યા હતા. લિયોનેલ મેસ્સીની કપ્તાની હેઠળની આર્જેન્ટિના 2014 પછી ફરી તેને ફાઇનલ રમવા મળશે . ત્યાર તેને ટાઇટલ મેચમાં જર્મનીએ હરાવ્યુ હતુ. બીજી તરફ ક્રોએશિયા સતત બીજી વખત ફાઇનલમાં પહોંચવા ઉતર્યું હતું . છેલ્લી વખત 2018માં ફ્રાન્સે તેને ચેમ્પિયન બનવા દીધું ન હતું.

ગોલ્ડન બુટની રેસમાં 

મેસીએ આ વર્લ્ડકપમા ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ જ વર્લ્ડકપમાં તેના 5 ગોલ થઈ ગયા છે અને આ સાથે જ તેણે ફ્રાંસનાં કીલીયન્ એમબાપ્પેની બરાબરી કરી દીધી છે. હવે ગોલ્ડન બુટની રેસમાં આ બંને ખેલાડીઓ આવી ગયા છે.



સૌથી મોટી ઉંમરે વર્લ્ડકપમાં પાંચ ગોલ
આ વર્લ્ડકપમાં પાંચ ગોલ કરીને મેસીએ એક નવો જ રેકોર્ડ બનાવી દીધો છે. કોઈ એક જ વર્લ્ડકપમાં પાંચ ગોલ ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ફૂટબોલર તે બની ગયો છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ ફટકારનાર આર્જેન્ટીનાનો ફૂટબોલર 

મેસી વર્લ્ડકપમાં 11 ગોલ ફટકારનાર આર્જેન્ટીનાંનો એકમાત્ર ખેલાડી બની ગયો હતો. આર્જેન્ટિના તરફથી આ સૌથી વધુ  વર્લ્ડકપ ગોલ છે. અગાઉ આર્જેન્ટિના તરફથી સૌથી વધારે વર્લ્ડકપ ગોલ ફટકારવાનો રેકોર્ડ ગેબ્રિયલ બતીસ્તુતાનાં નામે નોંધાયો હતો. જે હવે મેસીએ તોડી નાખ્યો છે અને ત્રીજા ક્રમે લીજેન્ડ મેરેડોના છે જેણે વર્લ્ડકપમાં 8 ગોલ ફટકાર્યા  છે.

આ પણ વાંચો: FIFA 2022: આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ક્રોએશિયાને 3-0 થી કચડ્યુ, છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચ્યુ

આ પણ વાંચો: FIFA 2022: મેચ હાર્યા બાદ રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ બગડી! તમે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીને કેવી રીતે... મિત્ર પર લગાવ્યો આક્ષેપ

આલ્વારેઝની શાનદાર રમત 

ફાઇનલમાં આર્જેન્ટિનાનાં તમામ ખેલાડીઓએ શાનદાર રમત બતાવી હતી પરંતુ બે ખેલાડીઓએ પોતાનો ક્લાસ બતાવ્યો હતો. મેસીએ ફર્સ્ટ હાફમાં જ આર્જેન્ટિનાને પેનલ્ટી મળતા તેને ગોલમાં કન્વર્ટ કરી દીધી હતી. આ સાથે જ મેસી વર્લ્ડકપમાં 11 ગોલ ફટકારનાર આર્જેન્ટીનાંનો એકમાત્ર ખેલાડી બની ગયો હતો. આર્જેન્ટિના તરફથી આ સૌથી વધુ  વર્લ્ડકપ ગોલ છે. અગાઉ આર્જેન્ટિના તરફથી સૌથી વધારે વર્લ્ડકપ ગોલ ફટકારવાનો રેકોર્ડ ગેબ્રિયલ બતીસ્તુતાનાં નામે નોંધાયો હતો. જે હવે મેસીએ તોડી નાખ્યો છે અને ત્રીજા ક્રમે લીજેન્ડ મેરેડોના છે જેણે વર્લ્ડકપમાં 8 ગોલ ફટકાર્યા  છે.

" isDesktop="true" id="1300134" >

ત્યાર પછીના બંને ગોલ  આલ્વારેઝ દ્વારા ફટકારવામાં આવ્યા હતા. ફર્સ્ટ હાફ પહેલાનો ગોલ તો શાનદાર તેણે એકલાએ જ કરી દીધો હતો અને બીજો ગોલ સેકન્ડ હાફમાં મેસીએ આસિસ્ટ કર્યા બાદ ફટકાર્યો હતો. આ સાથે જ આ બંને જાદુગરો પોતાના દેશની ટીમને છઠ્ઠી વખત ફાઇનલમાં લઈ ગયા છે. જય તેઓ ફ્રાંસ અથવા મોરોક્કો સામે ટકરાશે.
First published:

Tags: Argentina, Argentina National Football Team, FIFA 2022, Football World Cup, Football-match