Home /News /sport /FIFA 2022: વધુ એક મેજર અપસેટ! વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર જર્મન ટીમ ફેંકાઇ ગઈ, સ્પેનને હરાવીને જાપાન નોકઆઉટમાં
FIFA 2022: વધુ એક મેજર અપસેટ! વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર જર્મન ટીમ ફેંકાઇ ગઈ, સ્પેનને હરાવીને જાપાન નોકઆઉટમાં
ફૂટબોલ વર્લ્ડકપનો
સૌથી મોટો અપસેટ
FIFA 2022: જર્મન ટીમને ટુર્નામેન્ટ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ, સ્પેન પર જાપાનની જીત પછી હવે આ અપસેટ સાથે જર્મની ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે.
FIFA WORLD CUP 2022 માં એ આ વખતે ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે . વધુ એક અપસેટ સર્જવાનું કામ જાપાને કર્યું છે, જેણે સ્પેનને હરાવીને 20 વર્ષ બાદ ટૂર્નામેન્ટના નોકઆઉટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જે જાપાન માટે એક સિદ્ધિથી કામ નથી. જો કે, જાપાનની આ ઉથલપાથલનો માર જર્મનીને મોટાપાયે સહન કરવો પડ્યો હતો. જર્મન ટીમને ટુર્નામેન્ટ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ, સ્પેન પર જાપાનની જીત પછી, તેની આગળ વધવાની તકો ધૂંધળી થઈ ગઈ હતી. એટ્લે હવે આ અપસેટ સાથે જર્મની ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે.
આ પહેલા જર્મનીની ટીમ 2018માં રમાયેલા વર્લ્ડ કપમાં પણ પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. આ ખરેખર શોકિંગ એટલા માટે છે કે જર્મની સાથે FIFA વર્લ્ડ કપના 92 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે તે બેક-ટુ-બેક ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી બે વખત બહાર થઈ ગઈ છે. જર્મનીએ તેની છેલ્લી ગ્રુપ મેચમાં કોસ્ટા રિકાને 4-2થી હરાવતાં ટૂર્નામેન્ટમાંથી બહાર વારો આવ્યો હતો.
સ્પેન પરની આ જોરદાર જીત સાથે જાપાન પોતાના ગ્રુપમાં નંબર વન પર પહોંચી ગયું છે. આ સાથે જ હાર બાદ સ્પેનને પણ નોક આઉટ રાઉન્ડની ટિકિટ મળી ગઈ છે. હકીકતમાં સ્પેનની હાર બાદ ત્રણેયના સમાન પોઈન્ટ હતા. પરંતુ વધુ સારા ગોલ તફાવતના આધારે, સ્પેનને નોક આઉટ રાઉન્ડની ટિકિટ મળી. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં સ્પેને કોસ્ટા રિકાને 7-0થી હરાવ્યું હતું.
જાપાને સ્પેન સામે મોટો અપસેટ સર્જ્યો અને મેચ 2-1થી જીતી લીધી. જોકે મેચના પહેલા હાફમાં સ્પેને સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ હાફ 1-0થી સ્પેનના નામે હતો. પરંતુ બીજા હાફમાં જાપાનની જબરદસ્ત વાપસી જોવા મળી હતી. જાપાને મેચની 48મી અને 51મી મિનિટે બે-બે ગોલ કર્યા અને મેચ 2-1ના તફાવત સાથે સમાપ્ત કરી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર