FIFA WORLDCUP 2022: કતારની રાજધાની દોહામાં ફૂટબોલ ચાહકો વર્લ્ડ કપની મજા માણવા ઉમટી પડ્યા છે. આ વર્લ્ડ કપની વચ્ચે બ્રાઝિલના એક પરિવારે ઈસ્લામ અંગીકાર કર્યો હોવાના અહેવાલો પણ બહાર આવ્યા છે. બ્રાઝિલના છ સભ્યોના પરિવારે ઈસ્લામ અંગીકાર કર્યો છે અને પરિવારને તેમના નિર્ણય પર ખૂબ ગર્વ છે.
આ પરિવારમાં માતા-પિતા અને ચાર બાળકોએ ઇસ્લામ કબૂલ કર્યો છે. તેમણે મૌલવીની સામે ધર્મ સ્વીકાર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ કતાર પર ફૂટબોલ વર્લ્ડ કપના બહાને ઈસ્લામનો પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પહેલા મેક્સિકન અને હવે બ્રાઝિલિયન પરિવારના ઈસ્લામ કબૂલાતે આ આરોપોને વધુ ગાઢ બનાવી દીધા છે.
બુરખો પહેરી ઇસ્લામ ધર્મનો સ્વીકાર
માતા સિવાય તેની ત્રણ દીકરીઓએ બુરખો પહેર્યો હતો અને વીડિયોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. હાલમાં જ એક અહેવાલમાં કતારમાં વર્લ્ડ કપના બહાને ઇસ્લામનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. મૌલવીએ માતાને ઇસ્લામ સ્વીકાર્યા પછી તેમની ભાવનાઓ વ્યક્ત કરવા વિશે પૂછ્યું હતું. આના પર તેમનો જવાબ હતો, મને ખબર નથી કે આ ખુશી કેવી રીતે વ્યક્ત કરવી. તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તે મારા હૃદયને સ્પર્શી ગઈ છે.
આ પછી મૌલવીએ તે દીકરીને પૂછ્યું, 'શું કોઈએ તેને ઈસ્લામ કબૂલ કરવા દબાણ કર્યું? તો તેનો જવાબ ના હતો અને તેણી એ કહ્યું કે તેણે આ ધર્મ કોઈના કહેવાથી કે ડરાવવાને કારણે પસંદ કર્યો નથી, પરંતુ તે તેનો પોતાનો નિર્ણય છે.
બ્રાઝિલના આ પરિવાર પહેલા મેક્સિકોના એક પરિવારે પણ ઈસ્લામ કબૂલ કર્યો હતો. કતારના ઇસ્લામિક બાબતોના મંત્રાલય દ્વારા દોહામાં સ્થાપિત કતાર કલ્ચરલ વિલેજ મસ્જિદ પણ હાલમાં વિશ્વકપના ચાહકોમાં ચર્ચાનો વિષય છે. ઇસ્લામ વિશેના ઇલેક્ટ્રોનિક બોર્ડ 30 ભાષાઓમાં મૂકવામાં આવ્યા છે. આ બોર્ડ એન્ટ્રી ગેટ પર મુલાકાતીઓ ફોન પરથી જોઈ શકે તેવી રીતે મુકાઇ છે.
ઇસ્લામ વિશે જણાવતી પુસ્તિકાઓ પણ વિવિધ ભાષાઓમાં છપાઈ છે અને લોકોમાં વહેંચવામાં આવી રહી છે. એક પેવેલિયન બનાવવામાં આવ્યો છે. આ પેવેલિયનનો હેતુ ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન લોકોને ઈસ્લામ અને તેના ઉપદેશો વિશે માહિતગાર કરવાનો છે. વર્લ્ડકપના પ્રશંસકોને વર્લ્ડ કપ દરમિયાન પયગંબર મોહમ્મદના શબ્દો, કાર્યો અને આદતો વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ બધું રોડ અને રસ્તાઓની દિવાલો પર લખવામાં આવ્યું છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર