મેકિસ્કોની મહિલા બોક્સરને મેચ દરમિયાન થઈ ઈજા, 5 દિવસ બાદ હોસ્પિટલમાં મોત

તસવીર- Twitter/Francis Paquin

મેક્સિકોની મહિલા બોક્સર (Boxer) જીનત જકારિયાસ જાપાટા (Jeanette Zacarias Zapata)એ મોન્ટ્રિયલમાં એક મેચ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી ત્યાર બાદ તેને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવી હતી. અને પાંચ દિવસની સારવાર લીધા બાદ તેનું મોત થયું હતું.

  • Share this:
    મોન્ટ્રીયલ: મેક્સીકન મહિલા બોક્સર જીનેટ ઝકારિયાસ ઝાપાટા (Jeanette Zacarias Zapata)મોન્ટ્રીયલમાં એક સ્પર્ધા દરમિયાન ઈજાગ્રસ્ત થયાના પાંચ દિવસ પછી તેનું મૃત્યુ થયું છે. બોક્સિંગ ઇવેન્ટનું આયોજન કરનાર સંગઠન ગ્રુપ યોને મિશેલે ગુરુવારે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે આઇજીએ સ્ટેડિયમમાં મેરી-પિયર હોલે સાથેના મુકાબલા દરમિયાન થયેલી ઇજાઓના કારણે 18 વર્ષીય ઝાપાટાનું મૃત્યુ થયું હતું.

    ઝપાટાએ મુકાબલા દરમિયાન અનેકવાર જોરદાર મુક્કાઓનો સામનો કર્યો, પછી તેનો 'માઉથગાર્ડ' વિરોધીના 'અપરકટ' પંચમાંથી બહાર નિકળી ગયોઅને પછી તે ચોથા રાઉન્ડના બેલ પછી તેના ખૂણામાં આવી શકી નહીં. આ પછી તેને રિંગમાં જ સૂવાડાવી દેવામાં આવી અને મેડિકલ ટીમ તેને સ્ટ્રેચર પર બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

    સ્પર્ધાનું સંચાલન કરતી કંપનીના પ્રમુખ યવોન મિશેલે રવિવારે જણાવ્યું હતું કે, ઝાપાટા સભાન નથી અને તેના શરીર અને મનને આરામ આપવા માટે તેને મેડિકલ 'કોમા' માં મૂકવામાં આવી હતી.

    આ પણ વાંચો: IND vs ENG: ભારતીય બોલરોએ દર 55માં બોલ પર વિકેટ લીધી, 89 વર્ષમાં સૌથી શ્રેષ્ટ પ્રદર્શન

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇવેન્ટ પ્રમોટર યોવને મિશેલે સોમવારે કહ્યું, "ઝખારિયા જેવા અકસ્માત ખૂબ જ દુર્લભ છે અને અમે ખાતરી કરવા માગીએ છીએ કે, તે ફરીથી ન થાય." હલીએ સોમવારે તેના ફેસબુક એકાઉન્ટ પર એક નિવેદન પોસ્ટ કરીને કહ્યું: "ગઈકાલની ઘટનાઓએ ખરેખર મને પરેશાન કર્યો. બોક્સિંગમાં ઘણા જોખમો છે. તે અમારું કામ છે, અમારો જુસ્સો છે. ગમે ત્યારે, હંમેશા." વિરોધી મારી યોજનાનો ભાગ નથી."
    Published by:kuldipsinh barot
    First published: