Home /News /sport /દશેરાની શુભકામનાઓ માટે શમી વિરુદ્ધ ફતવો બહાર પાડવાની માંગ; બીજી તરફ પત્ની હસીન જહાંની પ્રશંસા થઈ

દશેરાની શુભકામનાઓ માટે શમી વિરુદ્ધ ફતવો બહાર પાડવાની માંગ; બીજી તરફ પત્ની હસીન જહાંની પ્રશંસા થઈ

સોશિયલ મીડિયા પર શમીની ટીકા

Demand to issue fatwa against Shami for Dussehra wishes : હસીન જહાં અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે પ્રેરક ભાષણો પણ લખતી રહે છે. જો કે, યુઝર્સ ઘણીવાર તેની પોસ્ટને તેના પતિ મોહમ્મદ શમી સાથે જોડે છે.

વધુ જુઓ ...
    Demand to issue fatwa against Shami for Dussehra wishes : હસીન જહાં અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે પ્રેરક ભાષણો પણ લખતી રહે છે. જો કે, યુઝર્સ ઘણીવાર તેની પોસ્ટને તેના પતિ મોહમ્મદ શમી સાથે જોડે છે.

    ભારતીય ટીમનો સિનિયર બોલર મોહમ્મદ શમી દશેરાની શુભકામનાઓ માટે કટ્ટરપંથીઓના નિશાના પર આવ્યો છે. તેની સામે ફતવો બહાર પાડવાની માંગ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, શમીથી અલગ રહેતી તેની પત્ની હસીન જહાંએ પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા દશેરાની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરી રહ્યા છે.

    મોહમ્મદ શમીએ 5 ઓક્ટોબર 2022ના રોજ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે, 'દશેરાના શુભ અવસર પર હું પ્રાર્થના કરું છું કે ભગવાન રામ તમારા જીવનને ઘણી બધી ખુશીઓ, સમૃદ્ધિ અને સફળતાઓથી ભરે. તમને અને તમારા પરિવારને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ: PCBના રમીઝ રાજાએ કહ્યું શા માટે ભારત vs પાકિસ્તાન મેચ જોવા નહીં જાય

    તેણે ટ્વીટ પર #Dussehra પણ ટેગ કર્યું. આ રીતે શમીના દશેરાના અભિનંદન સંદેશ પર કટ્ટરવાદીઓને ન ગમ્યું. તેઓએ શમી વિરુદ્ધ બકવાસ લખવાનું શરૂ કર્યું. @HassanMalik94એ લખ્યું, 'એક મુસ્લિમ તરીકે તમે કેવી રીતે કહી શકો જ્યારે કે અલ્લાહ સિવાય કોઈ ભગવાન નથી?'

    @AbdulMubasherએ લખ્યું, 'હા ફતવો જારી થવો જોઈએ!! કોઈ સમજતું નથી! લા શારીકા લા! અમે બધું જ દિલથી કરીએ છીએ!' @_credible_sourc લખ્યું, 'પાકિસ્તાન બનાવવા માટે ઝીણાનો આભાર. નહિ તો અમે પણ આ જ ખુશામત કરી રહ્યા હોત.' @aqeelbh78260700એ લખ્યું, 'શરમ કરો શમી તમે મુસ્લિમ છો?'

    શમીને ટ્વિટર પર સલાહ

    @AbdullahRehar4એ લખ્યું, 'થોડી શરમ રાખો શમી ભાઈ આ શિર્ક (મૂર્તિ પૂજા) છે. કોઈ અલ્લાહ પાક તમને માર્ગદર્શન આપે આમીન.' @mashori007એ લખ્યું, 'તમારી હાલત જુઓ.' @iNaveedZafarએ લખ્યુ, ‘ગરીબ ભારતીય મુસ્લિમ વ્યક્તિ, તેની વફાદારી સાબિત કરવાનો પ્રયાસ કરવો પડે છે. કેટલા ભારતીય ક્રિકેટરોએ તમને આ રીતે ઈદની શુભેચ્છા પાઠવી?’


    આ રીતે ઘણા લોકોએ શમી વિશે ટ્વિટ કર્યું છે. કેટલાક લોકોએ તેના વખાણ પણ કર્યા છે. લોકોએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, પાકિસ્તાનના એવા યુઝર્સ છે જે શમીની ટીકા કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દના વાતાવરણને ખલેલ પહોંચાડવાનો છે.

    મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી. તેની આ પોસ્ટ પર લોકોએ તેના વખાણ કર્યા. એક યુઝરે લખ્યું કે ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Cricket News Gujarati, Mohammad shami, Sports news, Sports News in Gujarati, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन