Home /News /sport /

આ ગુજરાતી પિતા-પૂત્રએ વિશ્વની કઠીન હાફ આયર્ન મેન ચેલેન્જ પુરી કરી

આ ગુજરાતી પિતા-પૂત્રએ વિશ્વની કઠીન હાફ આયર્ન મેન ચેલેન્જ પુરી કરી

હાફ આયર્ન મેન ચેલેન્જ પુરી કરનાર પિતા રાધવેન્દ્રસિંહ ઝાલા સાથે પૂત્ર અજયરાજ

વડોદરાના પિતા-પૂત્રની જોડીની અનોખી સિદ્ધી, 18મા જન્મદિને પૂત્ર અજયરાજ ઝાલાએ પિતા રાઘવેન્દ્રસિંહ ઝાલા સાથે 1.9 કિલોમિટર, સ્વિમિંગ, 90 કિમી સાઇકલિંગ, 21.1 કિમી રનિંગ કર્યુ

    જય મિશ્રા, અમદાવાદ : વિશ્વના પ્રોફેશનલ અને એમેચ્યોર ખેલાડીઓ માટે હાફ આયર્નમેન પુરી કરવી એક સપના સમાન હોય છે, જેમાં ચોક્કસ સમયમાં 1.9કિલોમિટર સ્વિમિંગ, 90 કિલોમિટર સાઇકલિંગ 21.1 કિલોમિટર રનિંગ, અને સતત કરવાનું હોય છે. આ કઠિન પડકારને ઝીલીને ગુજરાતના પિતા-પૂત્રની જોડીએ ઓમાનમાં તાજેતરમાંજ ચેલેન્જ પુરી કરી છે. આ સિદ્ધી વડોદરાના રાઘવેન્દ્રસિંહ ઝાલા અને તેમના પૂત્ર અજયરાજસિંહ ઝાલાના નામે નોધાઈ છે.

    ઓમાનમાંમાં યોજાયેલી આ કૉમ્પિટિશનમાં પોતાના 18મા જન્મદિને અજયરાજસિંહ ઝાલાએ પિતા સી.એ.રાઘવેન્દ્રસિંહ ઝાલા સાથે આ ચેલેન્જ પુરી કરી હતી. અજયરાજસિંહ ઝાલાએ પિતા કરતા પણ ઓછા સમયમાં આ પડકાર પુરો કર્યો હતો. તેણે 6 કલાક અને 39 મિનિટના સમયમાં સતત 1.9કિલોમિટર સ્વિમિંગ, 90 કિલોમિટર સાઇકલિંગ 21.1 કિલોમિટર રનિંગ,કરીને આ સિદ્ધી મેળવી હતી. તેમની સાથે વડોદરાના એક બિઝનેસ બૈતુલા ખાને પણ સફળતા પૂર્વક 7 કલાક અને 6 મિનિટમાં આ ચેલેન્જ પુરી કરી હતી.

    આ ચેલેન્જ પુરી કરનાર ગુજરાતીઓ ડાબેથી બૈતુલા ખાન, અજયરાજસિંહ ઝાલા, રાઘવેન્દ્રસિંહ ઝાલા


    શું છે હાફ આયર્નમેન ચેલેન્જ?

    દરિયામાં સ્વિમિંગ કરીને બહાર નીકળેલા અજયરાજસિંહ ઝાલા


    આ ચેલેન્જ અંતર્ગત ત્રણ પડકાર આપવામાં આવે છે, જેમાં સ્વિમિંગ, સાઇકલિંગ અને રનિંગ સતત કરવાનું હોય છે. વચ્ચે ફક્ત કપડા બદલાનો જ વિરા મળે છે. શરીર માટે આકરી કસરત સમાન આ ચેલેન્જ પુરી કરનાર ખેલાડી હાફ આયર્ન મેનનું ટાઇટલ મેળવે છે.

    શારીરિક કસોટી

    હાફ આયર્ન મેન ચેલેન્જમાં દેશ વિદેશના એથ્લિટ્સે ભાગ લીધો હતો.


    રાધવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ એક આકરી શારીરિક કસોટી હતી. હું સાઇકલિસ્ટ છું, મારો પૂત્ર પણ સાઇકલિંગ કરે છે તેમ છતાં અમે 4 મહિના અગાઉ આ પડકાર માટે ટ્રેનિંગ શરૂ કરી હતી. વિષણ વાતાવરણમાં હવાની સામે સાઇકલિંગ કરવી, દરિયામાં સ્વિમિંગ કરવું સહેલુ નથી હોતું. આ પ્રકારની ક્રોસ ટ્રેનિંગથી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Father-on, Half IRON MAN CHALLENGE, Oman, Record, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन