Home /News /sport /MS ધોનીની મીણનું પુતળું જોઈને ચાહકો ચોંકી ગયા, કરી ફની કોમેન્ટ્સ
MS ધોનીની મીણનું પુતળું જોઈને ચાહકો ચોંકી ગયા, કરી ફની કોમેન્ટ્સ
ધોનીના પૂતળાને લઇને લોકોએ લીધી મજા
Fans were shocked to see MS Dhoni's wax figure : કર્ણાટકના મૈસૂરમાં આવેલા ચામુંડેશ્વરી સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનું પૂતળું છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું મીણનું પૂતળું તાજેતરમાં કર્ણાટકના મૈસૂરમાં ચામુંડેશ્વરી સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું હતું,
Fans were shocked to see MS Dhoni's wax figure : કર્ણાટકના મૈસૂરમાં આવેલા ચામુંડેશ્વરી સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનું પૂતળું છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું મીણનું પૂતળું તાજેતરમાં કર્ણાટકના મૈસૂરમાં ચામુંડેશ્વરી સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમમાં લગાવવામાં આવ્યું હતું, જે લોકોને બિલકુલ પસંદ આવ્યું ન હતું. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. લોકો ખૂબ જ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું છે કે, આ શેનાથી બનેલું છે? તો કોઈએ લખ્યું છે કે, આ શું છપરી બનાવ્યો.
એક યુઝરે લખ્યું છે કે, સારું MS ધોની લખ્યું છે નહીંતર શોએબ મલિક જેવો દેખાય છે. એક યુઝરે ફિલ્મ અંદાજ અપના અપનાનો ફોટો શેર કર્યો છે, જેના પર લખ્યું છે કે, આ મુજસ્સીમા કોણે બનાવી છે. જો ધોની અને રણબીર કપૂરનું એક જ પૂતળું હોત તો આવું થયું હોત. અન્ય એક યુઝરે લખ્યું કે, ભાઈ આ MSD કયા એન્ગલથી જોઈ રહ્યા છે? કોઈ વ્યક્તિ દ્વારા બનાવાયેલ જેણે મીણનું પૂતળા કેવી રીતે બનાવવું તે ઓનલાઇન શીખ્યા.
તમને જણાવી દઈએ કે, ધોની વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે. તેણે ટીમ ઈન્ડિયાને ત્રણ-ત્રણ આઈસીસી ટ્રોફી અપાવી. 2007માં T20 વર્લ્ડ કપ બાદ તેણે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી ટીમે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આ સિવાય તેણે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 4 વખત ખિતાબ જીત્યો છે. તેણે ઓગસ્ટ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને હવે તે માત્ર IPLમાં જ દેખાય છે. તે આવતા વર્ષે પણ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
સચિન તેંડુલકર સાથે કરી રહ્યા છે એડ શૂટ
ધોની તાજેતરમાં કપિલ દેવ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યો હતો, જેણે ભારતમાં 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો. હાલમાં તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે એક જાહેરાત માટે શૂટિંગ કરી રહ્યો છે. ટેનિસ કોર્ટમાં બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચેન્નાઈ સુપરકિંગ્સે બંનેનો ફોટો શેર કર્યો છે. દરમિયાન, MS ધોની તેના વેક્સ ફિગરને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
એક નજર ધોનીની કારકિર્દી પર
7 જુલાઈ 1981ના રોજ રાંચીમાં જન્મેલા ધોનીએ 90 ટેસ્ટમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા હતા. તેણે 350 વનડેમાં 50.57ની એવરેજથી 10,773 રન બનાવ્યા અને 98 T20માં 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે કુલ 16 સદી અને 108 અડધી સદી ફટકારી છે. IPLની વાત કરીએ તો તેણે 234 મેચોમાં 39.2ની એવરેજ અને 24 અડધી સદીની મદદથી 4978 રન બનાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર