Home /News /sport /

IPL 2018 : મીલો દૂર રાશિદખાનના ઝલવાને કંઈક આવી રીતે દેખી રહ્યાં છે તેમના પ્રશંસક

IPL 2018 : મીલો દૂર રાશિદખાનના ઝલવાને કંઈક આવી રીતે દેખી રહ્યાં છે તેમના પ્રશંસક

    આ પંક્તિઓ વાંચ્યા પહેલા ઉપર લાગેલી તસવીર જોઈ લો. ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલ અફઘાનિસ્તાનની તસવીર છે. એક ટીવી રાખેલી છે, તે પણ મેદાનમાં. આને જમીન પર રાખવામાં આવેલી છે. આને ઘેરીને બેઠા છે. આમાં ક્રિકેટર છે, તેમના દોસ્ત છે. સાથે એક જાનવર પણ છે. આ બધા લોકો તેને જોવા બેસ્યા છે, જે વર્ષોથી આતંકથી હેરાન આફઘાનિસ્તાનનો હિરો છે. જેને અફઘાનિસ્તાનને ખુશ થવાની તક આપી છે. જેની બોલિંગે તેને આખી દુનિયામાં હિરો બનાવી દીધો છે. માત્ર 19 વર્ષના રાશિદ ખાનને જોવા માટે બધા લોકો બેઠા છે. તસવીર અફઘાનિસ્તાનના ક્રિકેટર કરીમ સાદિકે ટ્વિટર પર નાંખી છે અને લખ્યું છે કે, રાશિદ ખાનની મેચની મજા લઈ રહ્યાં છીએ.

    આઈપીએલમાં રાશિદ ખાનનો ડંકો વાગી રહ્યો છે. 19 વર્ષના આ ખેલાડીઓ આઈપીએલમાં ભવિષ્યમાં અફઘાન ક્રિકેટર્સ માટે દરવાજા ખોલી દીધા છે. ક્વોલિફાયર 2માં રાશિદ ખાને એકલા હાથે સનરાઈઝર્સ હૈદરાબાદને ફાઈનલ સુધી પહોંચાડી દીધી છે. ઉલ્લેખનિય છે કે, 18મેના દિવસે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં જે સ્પોર્ટસ સેન્ટરમાં રાશિદ ખાન ક્રિકેટ શિખ્યો છે, ત્યાં આતંકવાદી હુમલો થયો અને હુમલાના સમાચાર સાંભળીને રાશિદ ખાન ગ્રુપ મેચમાં નાઈટ રાઈડર્સ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. પરંતુ શુક્રવારે ક્વોલિફાયર મેચમાં રાશિદ ખાનને જોઈને એવું લાગ્યું કે, તે કોલકાતા નાઈટરાઈડર્સ અને તેમની જીત વચ્ચે તે ઉભો છે. કોલકાતા નાઈટરાઈડર્સ વિરૂદ્ધ પહેલા વિસ્ફોટક બેટિંગ કરતાં 10 બોલમાં 34 રનની મહત્વપૂર્ણ ઈનિંગ પછી બોલિંગ દ્વારા કાળો કેર વર્તાવીને માત્ર 19 રનમાં જ ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી હતી.



    તે ઉપરાંત રાશિદ ખાને અંતિમ ઓવરમાં બે મહત્વપૂર્ણ કેચ પકડીને સનરાઈઝર્સ હૈદરાબાદની જીત પાક્કી કરી નાંખી હતી. ત્રણ જગ્યાઓ પર પોતાની ક્ષમતાને સાબિત કરીને આ અફઘાન ખેલાડીએ ભારતમાં પોતાની ફેન ફોલોઈંગ વધારી દીધી છે, સાથે જ પોતાના દેશવાસીઓને પણ ખુશ કરી દીધા છે. જ્યારે પણ રાશિદ મેદાનમાં ઉતરે છે, તો હવે ભારતીય સ્ટેડિયમમાં તેનું નામ ગુંજી ઉઠે છે. પરંતુ અહીથી મીલો દૂર પણ તેમના પ્રશંસક માત્ર અને માત્ર તેને જોવા માટે બધી જ રીતના જૂગાડ કરે છે. અફઘાનિસ્તાનના ક્રિકેટર કરીમ સાદિકે રાશિદના એવા જ એક પ્રશંસકોની એક તસવીર શેર કરી, તેમના આ પ્રશંસક જુગાડ કરીને ટીવીને બહાર રાખીને એક સાથે ક્વોલિફાયર 2માં ત્રણ ભાગોમાં તેના શાનદાર પ્રદર્શનને જોઈ રહ્યાં છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CSK Vs SRH, Ipl 2018, KKR Vs SRH, Rashid khan, Sunrisers hyderabad

    આગામી સમાચાર