Home /News /sport /India vs South Africa T20 Series: ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રશંસકો મારામારી પર ઉતરી પડ્યા, પોલીસે કર્યો બચાવ, જુઓ VIDEO

India vs South Africa T20 Series: ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રશંસકો મારામારી પર ઉતરી પડ્યા, પોલીસે કર્યો બચાવ, જુઓ VIDEO

દિલ્હીમાં રમાયેલી આ મેચ (IND vs SA)દરમિયાન અરુણ જેટલી સ્ટેડિયમના East Stand માં બેઠેલા કેટલાક દર્શકો એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા

Fans Fight During Ind vs SA 1st t20 - આ લડાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે

નવી દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીનો (India vs South Africa T20 Series)પ્રથમ મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં કેટલાક દર્શકો મારપીટના કારણે ચર્ચામાં આવ્યા હતા. દિલ્હીમાં રમાયેલી આ મેચ (IND vs SA)દરમિયાન અરુણ જેટલી સ્ટેડિયમના East Stand માં બેઠેલા કેટલાક દર્શકો એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા. મામલો વધતો જોઈને પોલીસ બચાવ કરવા માટે વચ્ચે આવી હતી અને મામલાને શાંત કરાવ્યો હતો. આ લડાઇનો વીડિયો સોશિયલ મીડિયા (Fans Fight During Ind vs SA T20 Series)પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે બે પ્રશંસકો એક યુવકની પીટાઇ કરી રહ્યા છે. થોડા સમય પછી બીજા બે પ્રશંસકો આવે છે અને તે યુવક સાથે મારપીટ કરી હતી. આ ઝઘડા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે બતાવવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ ઘણો અતિ ઉત્સાહિત હતો. તે કદાચ પ્રથમ વખત સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યો હતો. તેની પાસે ઇન્ડિયાનો મોટો ધ્વજ હતો. તેના કારણથી કદાચ પાછળ રહેલા લોકોને જોવામાં સતત સમસ્યા આવી રહી હતી. આ કારણે રકઝક થઇ હતી અને પાછળના સ્ટેન્ડથી વધારે લોકો આવ્યા હતા અને લડાઇ થઇ હતી.

આ પણ વાંચો - યુઝ્ડ કારથી લઈને ડ્રોન મેકર સુધી, ધોની આ 7 બિઝનેસમાંથી કરે છે કમાણી



પ્રથમ ટી-20માં ભારતનો પરાજય

મેચની વાત કરવામાં આવે તો પ્રથમ ટી-20માં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 7 વિકેટે પરાજય થયો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 4 વિકેટના નુકસાને 211 રન કર્યા હતા. આ દરમિયાન ભારત માટે ઈશાન કિશને સૌથી વધુ 76 રન કર્યા હતા. જેના જવાબમાં દ.આફ્રિકાએ 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ પરાજય સાથે જ ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલ મેચમાં સતત 13 મેચ જીતવાનો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગઈ છે.

બીજી ટી-20 મેચ 12 જૂને

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ 12 જૂનના રોજ કટકમાં રમાશે.
First published:

Tags: India vs South Africa, ક્રિકેટ ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો