Home /News /sport /સંતાઇને લંડનના રસ્તા પર ફરવું એમએસ ધોનીને ભારે પડ્યું, જુઓ VIDEO
સંતાઇને લંડનના રસ્તા પર ફરવું એમએસ ધોનીને ભારે પડ્યું, જુઓ VIDEO
ધોનીના વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે ધોની લંડનના રસ્તા પર ફરી રહ્યો છે. આ દરમિયાન તેના કેટલાક પ્રશંસકો આવી જાય છે અને તેની સાથે સેલ્ફી ખેંચાવવા માટે પ્રયત્નો કરે છે (તસવીર - ઇન્ટરનેટ)
Mahendra Singh Dhoni - એમએસ ધોની હાલ પરિવાર સાથે ઇંગ્લેન્ડમાં વકેશન માણી રહ્યો છે, ધોનીએ પત્ની સાક્ષી સાથે પોતાનો બર્થ ડે પણ ઇંગ્લેન્ડમાં મનાવ્યો હતો
લંડન : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના (Mahendra Singh Dhoni)પ્રશંસકો ફક્ત ભારતમાં જ નહીં દુનિયાભરમાં જોવા મળે છે. વિદેશોમાં પણ ધોનીની મોટી ફેન ફોલોઇંગ છે. હાલમાં ધોનીનો આવો એક વીડયો(Mahendra Singh Dhoni VIDEO)સોશિયલ મીડિયા (Social media)પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં (VIDEO)તે ઇંગ્લેન્ડના રસ્તા પર મસ્તી સાથે માસ્ક પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે. જોકે આમ છતા ધોનીના પ્રશંસકો તેને ઓળખી જાય છે. આ કારણે લંડનના રસ્તા પર ધોની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઇ હતી. એક સમયે એવી સ્થિતિ આવી પડી કે તેને ત્યાંથી બહાર કાઢવા માટે સુરક્ષાકર્મીઓએ વચ્ચે આવવું પડ્યું હતું.
ધોનીના વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે ધોની લંડનના રસ્તા પર ફરી રહ્યો છે. આ દરમિયાન તેના કેટલાક પ્રશંસકો આવી જાય છે અને તેની સાથે સેલ્ફી ખેંચાવવા માટે પ્રયત્નો કરે છે. ધીરે-ધીરે પ્રશંસકોની સંખ્યા વધી જાય છે અને ભીડ સર્જાય છે. વધી રહેલી ભીડને જોતા ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સને આવવું પડે છે. તે કોઇ રીતે માહીને પોતાની કાર સુધી પહોંચાડે છે. આ દરમિયાન ધોનીએ પોતાના પ્રશંસકોને નિરાશ કર્યા ન હતા અને કારમાં બેસીને માસ્ક કાઢીને પ્રશંસકોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.
ધોની હાલ પરિવાર સાથે ઇંગ્લેન્ડમાં વકેશન માણી રહ્યો છે. ધોની હાલમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાયેલી બીજી મેચમાં સ્ટેડિયમમાં મેચ જોવા ઉપસ્થિત રહ્યો હતો. આ દરમિયાન ધોની સાથે તેનો પૂર્વ સાથી સુરેશ રૈના પણ જોવા મળ્યો હતો. ધોનીએ પત્ની સાક્ષી સાથે પોતાનો બર્થ ડે પણ ઇંગ્લેન્ડમાં મનાવ્યો હતો.