પ્રશંસકે લખ્યું - ધોનીએ કરી સેહવાગની કારકિર્દી બર્બાદ, વીરુએ આપ્યો આવો જવાબ

News18 Gujarati
Updated: July 8, 2018, 5:11 PM IST
પ્રશંસકે લખ્યું - ધોનીએ કરી સેહવાગની કારકિર્દી બર્બાદ, વીરુએ આપ્યો આવો જવાબ

  • Share this:
ભારતનો પૂર્વ આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ત્યારે ચોંકી ગયો જ્યારે એક પ્રશંસકે બર્થ ડેના અભિનંદન વાળા પોસ્ટ પર એમએસ ધોનીને સેહવાગની કારકિર્દી બર્બાદ કરનારો ગણાવ્યો. મામલો વધારે તુલ પકડતા દિગ્ગજ ઓપનર પોતે વચ્ચે પડ્યો હતો અને કોમેન્ટ પર જવાબ આપતા પ્રશંસકના નિવેદનને ખોટું ગણાવ્યું હતું. સેહવાગે લખ્યું હતું કે ખોટું નિવેદન.

7 જુલાઈએ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો બર્થ ડે હતો. વીરેન્દ્રે સેહવાગે પોતાના અનોખા અંદાજમાં બર્થ ડે વિશે કર્યો હતો. વીરુએ સ્ટમ્પિંગથી બચવાનો પ્રયત્ન કરી રહેલા ધોનીની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, તમારું જીવન આ સ્ટ્રેચથી વધારે લાંબું હોય અને તમને દરેક બાબતમાં ખુશી તમારા સ્ટમ્પિંગથી પણ વધારે ઝડપથી મળે. ઓમ ફિનિશાય નમ:


આ પોસ્ટ પર એક પ્રશંસકે કોમેન્ટ કરી હતી કે સેહવાગની કારકિર્દી ફિનિશ કરનાર એમએસ ધોનીને જન્મ દિવસની હાર્દિક શુભકામના. આ કોમેન્ટ પર ધોનીના વિરોધ અને સપોર્ટમાં ઘણા પ્રશસંકો એકબીજા સામે ચર્ચાએ ચડ્યા હતા. મામલો વધારે તુલ પકડતા સેહવાગે કોમેન્ટ કરી હતી કે - ખોટું નિવેદન. આ પછી નેગેટિવ કોમેન્ટ બંધ થઈ હતી. ઉલ્લેખનીય છે કે સેહવાગે પોતાના અંતિમ પડાવ પર હતો ત્યારે ધોની વચ્ચે મતભેદના સમાચાર આવ્યા હતા. માનવામાં આવતું હતું કે સેહવાગની કારકિર્દી બર્બાદ કરનાર ધોની જ છે. જોકે વીરુ ક્યારેય આ વાત લઈને સાર્વજનિક રીતે ખુલીને કશું બોલ્યો નથી.
First published: July 8, 2018, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading