Home /News /sport /તૂટવાનો છે સૌથી ફાસ્ટ 10 ચોગ્ગાનો Record, હાલના ટોપ 4 બેટ્સમેન

તૂટવાનો છે સૌથી ફાસ્ટ 10 ચોગ્ગાનો Record, હાલના ટોપ 4 બેટ્સમેન

    શું તમે જાણો છો કે વન-ડેમાં સૌથી ફાસ્ટ 100 ચોગ્ગા ફટકારનાર કોણ છે ? અમે તમને આ રેકોર્ડ વિશે એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે, આ રેકોર્ડ ટુંક સમયમાં તૂટવાનો છે. કોણ તોડશે આ રેકોર્ડ, હાલમાં કોના નામે છે આ રેકોર્ડ, જોઈએ એક નજર...

    4 - એલેક્સ હેલ્સ


    ઈંગ્લેન્ડના તોફાની બેટ્સમેન એલેક્સ હેલ્સ આ મામલામાં ચોથા નંબર પર છે. હેલ્સે માત્ર 28 પારીમાં 100 ચોગ્ગા પાર પાડ્યા હતા. વર્ષ 2014માં વન-ડેમાં ડેબ્યુ કરનાર હેલ્સે અત્યાર સુધીમાં માત્ર 65 વન-ડે મેચમાં જ 262 ચોગ્ગા ફટકાર્યા છે. હેલ્સ તે મહાન બેટ્સમેનોમાંને એક છે, જેની એવરેજ 35થી ઉપર હોવાની સાથે સ્ટ્રાઈક રેટ 95થી ઉપર છે.

    3 - મોહમ્મદ શહજાદ



    આમ તો શહજાદ અને વીરેન્દ્ર સહેવાગ આ મામલામાં બીજા નંબર પર છે, પરંતુ સહેવાગ લીજેંડ છે, જેથી આ લીસ્ટમાં તેને બીજા નંબર પર રાખવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનનો આ બેટ્સમેન ચોગ્ગા ફટકારવામાં માહેર છે. શાહજાદે માત્ર 26 વન ડે પારીમાં જ 100 ચોગ્ગા ફટકાર્યા છે. 2009માં વન-ડેમાં ડેબ્યૂ કરનાર શાહજાદના નામે અત્યાર સુધીમાં 69 વન ડે મેચમાં 263 ચોગ્ગા થઈ ગયા છે. તે છગ્ગા લગાવવામાં પણ પાછળ નથી. અત્યાર સુધીમાં તે 45 છગ્ગા પણ ફટકારી ચુક્યો છે.

    3 - વિરેન્દ્ર સહેવાગ



    આ મામલામાં બીજા નંબર પર વીરેન્દ્ર સહેવાગ છે. સહેવાગે 26 પારીમાં જ 100 વન ડે ચોગ્ગા પુરા કર્યા હતા. સહેવાગને પહેલા બોલ પર ચોગ્ગો ફટકારવા માટે ઓળખવામાં આવે છે. સાથે કવર ડ્રાઈવ અને બેકવર્ડ પોઈન્ટ વિસ્તારમાં ચોગ્ગો ફટકારવામાં તેની કોઈ બરોબરી ન કરી શકે. સહેવાગ વન ડેમાં સૌથી વધારે ચોગ્ગા લગાવવાના મામલામાં છઠ્ઠા નંબર પર છે. તેના નામે 251 વન ડેમાં 1132 ચોગ્ગા છે.

    1 - જેસન રોય



    આ મામલામાં પહેલા નંબર પર ઈંગ્લેન્ડનો જેસન રોય છે. રોયના નામે માત્ર 24 વન ડેમાં 100 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. રોયની વન ડેમાં સ્ટ્રાઈક રેટ 104ની છે. સાથે તે 64 પારીમાં 286 ચોગ્ગા ફટકારી ચુક્યો છે. રોયે 2015માં વન ડે ડેબ્યુ કર્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષમાં જ તેણે પોતાની તોફાની બેટિંગની મદદથી લોકોને દિવાના બનાવી દીધા.



    પરંતુ આ રેકોર્ડ હવે વધારે દિવસ સુધી જેસન રોયના નામે નથી રહેવાનો, કારણ કે પાકિસ્તાનના ફકર જમાને આ રેકોર્ડને પડકાર્યો છે. જમાને અત્યાર સુધીમાં માત્ર 16 પારીમાં જ 95 ચોગ્ગા ફટકારી દીધા છે. જો તેણે અગામી મેચમાં 5 ચોગ્ગા ફટકારી દીધા તો, તે આરામથી આ રેકોર્ડને પોતાના નામે કરી દેશે. આમ તો આ બીજો મોકો છે, જેમાં કોઈ બેટ્સમેને આટલા ફાસ્ટ 90 ચોગ્ગાના આંકડાને પાર કર્યો હોય. આ પહેલા વર્ષ 1977માં ઈંગ્લેન્ડના ડેનિસ એમિસે માત્ર 18 વન ડે પારીમાં 94 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ત્યારબાદ તે રમ્યા જ નહીં. તેમનો રેકોર્ડ એટલા માટે પણ મહત્વ ધરાવે છે, કારણ કે તે જમાનામાં પાવર પ્લેનો કોઈ કોન્સેપ્ટ જ ન હતો. જોકે હવે વારો ફકર જમાનનો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fakhar zaman, ODI

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन