Home /News /sport /ફખર ઝમાનનો નવો ઇતિહાસ, સચિન, કોહલી ન તોડી શક્યા તે રેકોર્ડ તોડ્યો

ફખર ઝમાનનો નવો ઇતિહાસ, સચિન, કોહલી ન તોડી શક્યા તે રેકોર્ડ તોડ્યો

ફખર ઝમાન

    પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને દરરોજ નીત નવા રેકોર્ડ તોડી રહ્યો છે. ઝિમ્બાબ્વે સામે ચોથી વન-ડેમાં બેવડી સદી ફટકારનાર ફખરે હવે વન-ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. ફખરે ઝિમ્બાબ્વે સામે પાંચમી વન-ડેમાં 21 રન બનાવતા જ આ સિદ્ધિ મેળવી હતી. તેણે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે ફક્ત 18મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ફખરના નામે હાલ 18 વન-ડેમાં 76.07ની એવરેજથી 1065 રન છે.

    વિવિયન રિચર્ડ્સે 21 ઇનિંગ્સમાં 1000 રન પુરા કર્યા હતા. તેના સિવાય 4 અન્ય બેટ્સમેનોએ પણ 21 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. જેમાં કેવિન પીટરસન, જોનાથન ટ્રોટ, ક્વિન્ટોન ડી કોક અને બાબર આઝમનો સમાવેશ થાય છે. ઝમાને આ બધાને પાછળ રાખી દીધા હતા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ પણ આ સિદ્ધિ મેળવી શક્યા ન હતા.

     28 વર્ષના ફખર ઝમાને પોતાની નાની વન-ડે કારકિર્દીમાં 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે. ફખર ઝમાને ચેમ્પિયન્સ ટ્રોફી-2017ની ફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી. તેની આ ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકી ન હતી.

    ઝમાન આ પહેલા પાકિસ્તાન તરફથી વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Fakhar zaman, ODI, Run

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन