Home /News /sport /

ટોસ જીતવા દ.આફ્રિકાના સુકાનીએ અપનાવી અજીબ ટ્રીક, થઈ સફળ

ટોસ જીતવા દ.આફ્રિકાના સુકાનીએ અપનાવી અજીબ ટ્રીક, થઈ સફળ

ટોસ જીતવા દ.આફ્રિકાના સુકાનીએ અપનાવી અજીબ ટ્રીક

દક્ષિણ આફ્રિકાના ત્રણેય ફોર્મેટમાં સુકાની ફાફ ડુ પ્લેસિસ ટોસ જીતવાના મામલે પોતાને લકી માનતો નથી. તેથી ટોસ જીતવા માટે નવી રણનિતી અપનાવી હતી

    મેચ જીતવા માટે ખેલાડીઓ નવી-નવી રણનીતિઓ અને નવા-નવા શોટ્સ જ અપનાવતા નથી. મેચમાં મહત્વપૂર્ણ ગણાનાર ટોસને પણ પોતોના પક્ષમાં કરવા માટે નસીબને નવી રીતથી અજમાવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના ત્રણેય ફોર્મેટમાં સુકાની ફાફ ડુ પ્લેસિસ ટોસ જીતવાના મામલે પોતાને લકી માનતો નથી. તેથી ટોસ જીતવા માટે નવી રણનિતી અપનાવી હતી.

    ઝિમ્બાબ્વે સામે ટી-20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાનો સુકાની પ્લેસિસ ટોસ સમયે પોતાની સાથે ટીમના સાથી ખેલાડી જેપી ડુમિનીને લાવ્યો હતો. અહીં પ્લેસિસના બદલે ટોસ સાથી ખેલાડી ડુમિનીએ કર્યો હતો. આ અખતરો સફળ રહેતા દક્ષિણ આફ્રિકા ટોસ જીતી ગયું હતું. ટોસ જીત્યા પછી ડુમિનીએ પોતાના સુકાની સાથે સેલિબ્રેટ કર્યું હતું અને પછી ત્યાંથી ચાલ્યો ગયો હતો. પ્લેસિસે સોશિયલ મીડિયા પર આ ટોસનો વીડિયો શેર કર્યો છે.

    આ પછી પ્લેસિસે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાનો મેચમાં 34 રને વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે.




    પ્લેસિસે કહ્યું હતું કે મને જે પસંદ હોય છે કે હું કરું છું. આપણ જે પણ કરીએ છીએ તેમાં કેટલુંક ફન હોવું જરૂરી છે. ખાસ કરીને ટી-20 ક્રિકેટમાં. આવું જ કંઈક શરૂ થઈ ગયું છે. જેપી ડુમિની સિક્કો ઉછાળવામાં એક્સપર્ટ છે.

    ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાનો નિયમિત સુકાની પ્લેસિસ માર્ચમાં રમાયેલ ટેસ્ટ પછી ટોસ જીતવામાં નિષ્ફળ થઈ રહ્યો છે. તે આ પછી સતત 2 ટેસ્ટ અને શ્રીલંકા સામે 3 વન-ડેમાં ટોસ હાર્યો હતો. આ કારણે તેણે ટોસ કરવા માટે ડુમિનીને બોલાવ્યો હતો. ડુમિની આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં પણ ન હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Faf du plessis, Jp duminy, South africa, Toss

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन