ફેક્ટ ચેક : શું પાક.નાં ક્રિકેટપ્રેમીઓએ કાશ્મીરના બદલે કોહલીની માંગ કરી?

'અમારે કાશ્મીર નથી જોઈતું કોહલી જોઈએ છે' નારા લખેલા બેનરની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

'અમારે કાશ્મીર નથી જોઈતું કોહલી જોઈએ છે' નારા લખેલા બેનર સાથેના પાકિસ્તાની યુવાનોની તસવીર પાછળનું સત્ય શું છે?

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ટિપ્પણીઓ અને મજાક મસ્તી થઈ રહી છે. ફાધર્સ ડેના દિવસે ભારત સામે મળેલી કારમી બાર બાદ પાકિસ્તાની ફેન્સ પણ પોતાની ટીમની મજાક કરી રહી રહ્યાં છે. જોકે,આ તમામ બાબતોમાં કાશ્મીરનો મુદ્દો પણ ગરમાયો છે. બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે વર્ષોથી તણાવ છે, તેવામાં મેચ બાદ સોશિયલ મીડિયામાં એક તસવીર વાઇરલ થઈ છે. આ તસવીરમાં કેટલાક પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ હોવાનો દાવો કરાયો છે. તસવીરમાં યુવાનો હાથમાં બેનર લઈને ઊભા છે, જેમાં લખ્યું છે કે 'અમારે કાશ્મીર નથી જોઈતું કોહલી જોઈએ છે.'

  ટ્વીટર પર @Ibne_Sena હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલી આ તસવીર ખરેખર સાચી છે? શું ખરેખર આ તસવીરમાં કરવામાં આવેલો દાવો સત્ય છે. જે ટ્વીટર પરથી આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે તે વ્યક્તિ કાશ્મીરી મુસ્લિમ હોવાનો દાવો કરાયો છે. જે ટ્વીટર આઈડી પરથી આ તસવીર શેર કરાઈ છે તેણે પોતાના વિશે લખ્યું છે કે તે કાશ્મીરી મુસ્લિમ છે પરંતુ હિંદુથી ઓછો નથી. 'મારો ધર્મ ઇસ્લામ છે પરંતુ મારી સંસ્કૃતિ હિંદુ છે.'  આ પણ વાંચો :  પુલવામા હુમલાનો બદલો પુરો, જૈશ કમાન્ડર સજ્જાદ ભટ ઠાર  ટ્વીટર પર પોસ્ટ થયેલી આ તસવીર અનેક જાણીતા દક્ષિણપંથી વિચારધારા ધરાવતા લોકોએ શેર કરી છે, જેમાં લેખક મધુ કિશવરનો પણ સમાવેશ થાય છે. કિશવરે લખ્યું કે 'એક સમય હતો જ્યારે પાકિસ્તાન કહેતું કે માધુરી દે દો PoK લે લો' હવે નવી આકાંક્ષાઓ અને નવી નિરાશાઓ છે.

  તસવીરનું સત્ય

  તસવીરને ગુગલ રિવર્સ ઇમેજમાં સર્ચ કરતા તે વર્ષ 2016ના ઇન્ડિયા ટુ ડે આર્ટિકલની હોવાનું જાણવા મળ્યું છે.


  'અમારે કાશ્મીર નથી જોઈતું કોહલી જોઈએ છે' નારા લખેલા બેનર સાથેના પાકિસ્તાની યુવાનોની તસવીરને ગુગલ રિવર્સ ઇમેજમાં સર્ચ કરતા તે વર્ષ 2016ના ઇન્ડિયા ટુ ડે આર્ટિકલની હોવાનું જાણવા મળ્યું છે. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાણીના મૃત્ય બાદ કાશ્મીરના યુવાનો આ બેનર લઈ અને ઊભા હતા. બેનરમાં સ્લોગન હતું ' વી વોન્ટ આઝાદી' કોહલીના નામે વાયરલ થયેલી તસવીર અગાઉ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ હતી.
  Published by:Jay Mishra
  First published: