Home /News /sport /

IPL 2018 : ક્રિસ ગેલ 'પૈસા વસૂલ ખેલાડી', બેન સ્ટોક્સનો એક રન પડ્યો 4,55,539 રૂપિયામાં

IPL 2018 : ક્રિસ ગેલ 'પૈસા વસૂલ ખેલાડી', બેન સ્ટોક્સનો એક રન પડ્યો 4,55,539 રૂપિયામાં

    IPLની 11મી સિઝનમાં કેટલાક ખેલાડીઓને મોટી રકમ આપીને ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યા છે. આમાંથી કેટલાક ખેલાડીઓએ પૈસા વસૂલ પ્રદર્શન કર્યું છે તો કેટલાક પ્લેયર્સ ફ્રેન્ચાઈઝીઓના પૈસા પર પાણી ફેરવી નાંખ્યુ છે. IPL 2018માં 20 એપ્રિલ સુધી રમાયેલ કુલ 17 મેચોના આધારે "પૈસા વસૂલ ખેલાડીઓ"ના આંકડાઓ નિકાળવામાં આવ્યા છે. ખેલાડીઓની કિંમત અને તેમના દ્વારા બનાવેલા રન દ્વારા આ નક્કી કરવામાં આવ્યું છે કે ક્યાં ખેલાડીઓ ફ્રેન્ચાઈઝીઓ સાથે દર્શકો માટે પણ પૈસા વસૂલ પ્રદર્શન કર્યું છે.  આ લિસ્ટમાં ક્રિસ ગેલ બેટ્સમેનોમાં સૌથી ટોચના સ્થાન પર છે. કિંગ્સ ઈલેવન પંજાબે ગેલને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પંજાબની ટીમને અત્યાર સુધી તેનો એક રન 27,972 રૂપિયામાં પડ્યો છે. બીજી તરફ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનું પ્રદર્શન અત્યાર સુધીમાં કંઈ ખાસ રહ્યો નથી. રાજસ્થાનને સ્ટોક્સનો એક રન 4,55,539 રૂપિયામાં પડ્યો છે. પૈસા વસૂલ ખેલાડીઓની બાબતે સ્ટોક્સ લિસ્ટમાં સૌથી નીચે છે. ભારતનો વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાને ચેન્નાઈ સુપર કિંગ્સે 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તેનો એક રન ફ્રેન્ચાઈઝીને 6,69,748 રૂપિયામાં પડ્યો છે. આઈપીએલની 11મી સિઝનમાં કેટલાક દિગ્ગજ પ્લેયર્સ તેમના નામ અનુસાર દેખાવ કરી શક્યા નથી.

    પૈસા વસૂલ પ્રદર્શન બાબતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના મનદીપસિંહ બીજા સ્થાન પર છે. આરસીબીને મનદીપને 1.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનો એક રન 27.972 રૂપિયાનો છે. સીએસકેના સેમ બિલિંગ્સને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 17 મેચો બાદ તેનું પ્રદર્શન સંતોષજનક છે. ચેન્નાઈને 20 એપ્રિલ સુધી રમાયેલ મેચમાં તેનો એક રન 30, 722 રૂપિયામાં પડ્યો છે. સનરાઈઝ્સ હૈદરાબાદે બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડ શાકિબ અલ હસનને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે પૈસા વસૂલ પ્લેયર્સની યાદીમાં ચોથા નંબરે છે. હૈદરાબાદને તેનો એક રન 34,43 રૂપિયામાં પડ્યો છે. દિલ્હી ડેયરડેવિલ્સના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયને દોઢ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીને અત્યાર સુધી તેનો એક રન 35,419 રૂપિયામાં પડ્યો છે. પૈસા વસૂલ પ્રદર્શન મામલે બેટ્સમેનોની શ્રેણીમાં તે પાંચમા નંબર પર છે. ટી-20 લીગ આગળ વધવા પર આ આંકડાઓમાં ફેરફાર આવવાની પૂરેપૂરી સંભાવના છે.

    વધારે કિંમત અને બેકાર પ્રદર્શનમાં બેન સ્ટોક્સ અને રૈના બાદ ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ લિનનો નંબર આવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને 9.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ બલ્લાથી અત્યાર સુધી કિંમતની સરખામણીમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. અત્યાર સુધી તેનો એક રન 3,60,902 રૂપિયામાં પડ્યો છે. પૈસા વસૂલ લિસ્ટમાં તેનું નામ નીચેથી ત્રીજા નંબર પર છે. કિંમતની સરખામણીમાં ખરાબ પ્રદર્શન કરનાર બેટ્સમેનોમાં હવે પછીનો નંબર દિલ્હી ડેયરડેવિલ્સમાં ઓલરાન્ડરના રૂપમાં સામેલ ક્રિસ મોરિસનો છે. દિલ્હીએ તેને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેનો એક રન 3,37,942 રૂપિયામાં પડ્યો છે. તે ચોથા નંબર પર છે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે દિગ્ગજ ખેલાડીના રૂપમાં 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનો એક રન 3,24,006 રૂપિયામાં પડ્યો છે અને તે આ બાબતે પાંચમા સ્થાને છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ben stokes, Chris gayle, Ipl 2018, KXIP

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन