Home /News /sport /Explained : ક્રિકેટરો ખરેખર કઈ કંપનીનું બેટ વાપરે છે? જાહેરાતના લોગો મામલે શું છે વિવાદ

Explained : ક્રિકેટરો ખરેખર કઈ કંપનીનું બેટ વાપરે છે? જાહેરાતના લોગો મામલે શું છે વિવાદ

રોહિત શર્મા સિએટ તો વિરાટ કોહલી એમઆરએફના લોગોનું બેટ વાપરે છે પરંતુ હકિતચમાં આ બેટ બનાવે છે કોણ અને શું છે તેનો વિવાદ

cricket News : વિરાટ કોહલીના બેટ પર (MRF) તો રોહિત શર્માના બેટ પર (CEAT)નો લોગો છે પરંતુ આ બેટ હકિકતમાં કોણ બનાવે છે? જાણો આખરે શું છે વિવાદ

Cricketers Bats : સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી (Virat kohli), રોહિત શર્મા, (Rohit sharma) અજિંક્ય રહાણે, હાશિમ અમલા, માર્ક વોગ સહિતના ઘણા ખેલાડીએ શોટ માર્યા બાદ આપણા મનમાં તેમના બેટ (Crickers Bat) અંગે સવાલો ઉઠે છે. તેમનું બેટ શેમાંથી બનેલું છે? તે બેટમાં શું ખાસ છે? તે જાણવાની તાલાવેલી ઘણા ક્રિકેટ રસિકોને હોય છે. સામાન્ય સંજોગોમાં કંપનીઓ ક્રિકેટર સાથે કરાર કરે છે. ક્રિકેટરના બેટ પર કંપનીનો લોગો રહે તે માટે પૈસા ચૂકવવામાં આવે છે.

ભારતમાં બેટનો બિઝનેસ ખૂબ મોટો છે. ભારતમાં બનતા 95 ટકા બેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવાય છે. દેશમાં ક્રિકેટ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી રૂ. 350 કરોડની છે. વર્ષો પહેલા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવા ખેલાડીઓ સાથે વહેલી તકે વર્ષોના કરાર કરી લેતી હતી. ખેલાડીઓને મેન્યુફેક્ચરરનો લોગો બેટ પર રાખવાનો રહેતો હતો. આવા કરારથી કંપની અને ખેલાડી બંનેને ફાયદો થતો હતો.

કંપનીઓ પોતાનો લોગો બેટ પર રાખવા પૈસા ચૂકવે છે

અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે માત્ર સ્પોર્ટ ઇક્વિપમેન્ટના મેન્યુફેક્ચર્સ જ સ્પૉન્સર કરે તેવું નથી હોતું. અનેક કંપનીઓ પોતાનો લોગો બેટ પર રાખવા પૈસા ચૂકવે છે. MRF, Hero Honda, Reebok અને Britannia જેવા નામ બેટ પરના લોગોના કારણે ઘરે ઘરે જાણીતા થયા છે.

વર્ષ 2000માં મેન્યુફેક્ચરર્સ દ્વારા ICC સમક્ષ વિરોધ પણ થયો હતો

વર્તમાન સમયમાં બેટ બનાવનાર કંપની અલગ અને લોગો રાખવા માટે પૈસા ચૂકવતી કંપની અલગ હોય છે. આ બાબતનો વર્ષ 2000માં મેન્યુફેક્ચરર્સ દ્વારા ICC સમક્ષ વિરોધ પણ થયો હતો. પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. આમ પણ મેન્યુફેક્ચરર્સને ખેલાડીઓને નારાજ કરવા પોસાય તેમ નહોતું. કોઈ નારાજ ખેલાડી અન્ય બેટ ઉત્પાદન કંપની સાથે કરાર કરી શકે તેવો ડર રહેતો હતો. બેટનું વેચાણ મોટાભાગે માઉથ ટુ માઉથ પબ્લિસિટીના કારણે થતું હતું. જેથી કંપની વિવાદમાં પાડવા માંગતી નહોતી.

આ પણ વાંચો : CRICKET BALL : ક્રિકેટ બોલ વિશેનું સંપૂર્ણ જ્ઞાન, જાણો કેવી રીતે બને, ક્યું મટિરિયલ વપરાય, સાઇઝ કેટલી હોય?

ક્રિકેટરો બેટ પરના સ્ટિકરથી રૂપિયા કમાય છે

અત્યાર સુધી સચિન, સહેવાગ, દ્રવિડ, કોહલી સહિતના ખેલાડી બેટ પરના સ્ટીકર થકી ઘણા રૂપિયા કમાતા આવ્યા છે. ત્યારે ઉત્પાદકોએ ICCને કરેલી અપીલમાં તેઓને યોગ્ય મહત્વ મળતું ન હોવાની દલીલ કરી હતી. ત્યારબાદ કેટલાક નિયમો ઘડાયા હતા. પણ મેન્યુફેક્ચરર્સ માટે તે વધુ અસરકારક નહોતા.

શું છે ICCના નિયમો?

ICCના નિયમો અનુસાર, કોઈ કંપનીએ ખેલાડીના બેટ પર તેનો લોગો લગાવવા માટે પોતે બેટનું ઉત્પાદન કરવાની જરૂર નથી. આ નિયમના કારણે MRF, CEAT, Nike, Adidas, Puma, Reebok જેવી કોઈપણ કંપની SG, SS, BDM, BAS, વગેરે જેવા ઉત્પાદકો પાસેથી બેટ ખરીદી તે બેટ પર તેમના પોતાના લેબલ લગાવી શકે છે અને તેનું માર્કેટિંગ કરી શકે છે.

આ પણ વાંચો : 5 દિગ્ગજ ખેલાડીઓ જેમનું કરિયર રાહુલ દ્રવિડ એરામાં સમાપ્ત થઈ શકે છે, પહેલું નામ આશ્ચર્યજનક

ICCએ આ મડાગાંઠનો ઉકેલ લાવવો જોઈએ

ઉલ્લેખનીય છે કે, બેટ્સમેન પોતાના બેટ પર ખૂબ જ ધ્યાન આપે છે. બેટ બનાવવા માટે ઘણી વસ્તુઓની જરૂર પડે છે. બેટમાં સ્ટીકર લગાવીને કંપનીઓ અને બેટ્સમેન સહિતનાને મસમોટો ફાયદો થઈ શકે છે. પણ જે તે બેટના મેન્યુફેક્ચરર્સને એટલો ફાયદો થતો નથી. જેમ રોજર ફેડરર તેની વિલ્સન વાન્ડ લહેરાવી, લિયોનેલ મેસ્સી તેના એડિડાસ બૂટ બતાવી અને પીવી સિંધુ તેના લિ-નિંગ રેકેટ દ્વારા ગૌરવ લે અને વિશ્વ તેની નોંધ લે છે, તેમ બેટ ઉત્પાદકો પણ ગૌરવને પાત્ર છે. જેથી ICCએ આ મડાગાંઠનો ઉકેલ લાવવો જોઈએ.
First published:

Tags: Cricket News in Gujarati, Match, ક્રિકેટ, રોહિત શર્મા, સ્પોર્ટસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો