જેવા સાથે તેવા, પંતે ઓસ્ટ્રેલિયાના સુકાનીને તેની જ ભાષામાં આપ્યો જવાબ

પંતે ઓસ્ટ્રેલિયાના સુકાનીને તેની જ ભાષામાં આપ્યો જવાબ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં સ્ટંમ્પ માઇક પર ખેલાડીઓની વાતો ચર્ચાનો વિષય બની છે.

 • Share this:
  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં સ્ટંમ્પ માઇક પર ખેલાડીઓની વાતો ચર્ચાનો વિષય બની છે. રસપ્રદ વાત એ છે કે ગુડ બોય તરીકે ફેમસ ટીમ પેન આ બધી વાતોમાં પોતાનો રોલ ભજવી રહ્યો છે. પેન એક દિવસ રહેલા રિષભ પંત ઉપર સ્લેજિંગ કર્યું હતું. જોકે પંતે તેનો વળતો જવાબ આપ્યો છે.

  ઓસ્ટ્રેલિયાની બેટિંગ સમયે પેન બેટિંગ માટે ઉતર્યો તો પંતે તેને તેની ભાષામાં જવાબ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને ટીમે 399 રનના પડકાર સામે 135 રનમાં 5 વિકેટ ગુમાવી દેતા ટીમ ઇન્ડિયાએ મેચ પર પકડ બનાવી લીધી હતી. તેથી પંતને લાગ્યું કે આ યોગ્ય સમય છે પેનને જવાબ આપવાનો. પેન બેટિંગમાં આવ્યો ત્યારે પંચે તેને સ્પેશ્યલ મહેમાન ગણાવ્યો હતો.

  પંતે કહ્યું હતું કે આજે એક સ્પેશ્યલ મહેમાન આયો છે. શું તમે ક્યારેય ટેમ્પરરી સુકાની વિશે સાંભળ્યું છે? છોકરાઓ તમારે તેને આઉટ કરવા માટે કશું કરવાની જરુર નથી. તેને વાત કરવી પસંદ છે, બસ આ જ તેને આવડે છે ફક્ત વાત-બકવાસ.

  આ પણ વાંચો - પેને પંતની સ્લેજિંગ કરતા કહ્યું - ધોની વન-ડેમાં આવી ગયો તુ હેરિકેન્સ તરફથી રમજે

  ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ પેને પંતને કહ્યું હતું કે વન-ડે શ્રેણી માટે મહેન્દ્રસિંહ ધોની આવી ગયો છે. આ યુવક (રિષભ પંત)ને હેરિકેન્સ (હોબર્ટ)ની ટીમમાં સામેલ કરવો જોઈએ. તેમને એક બેટ્સમેનની જરુર છે. આ કારણે તારો (પંત) ઓસ્ટ્રેલિયામાં હોલિડે વધી જશે. હોબર્ટ સુંદર શહેર છે. આને એક વોટર ફ્રન્ટ એપાર્ટમેન્ટ આપી દઈએ.પેન અહીંથી અટક્યો ન હતો. પેને કહ્યું હતું કે શું મારા બાળકોની સંભાળ રાખીશ. હું મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જઈશ અને તું મારા બાળકોની સંભાળ રાખજે.
  Published by:Ashish Goyal
  First published: