Euro Cup 2021: ડેનમાર્કનો ક્રિસ્ટિયન એરિક્સન અચાનક મેદાનમાં ઢળી પડ્યો, મેચ સ્થગિત

Euro Cup 2021: ડેનમાર્કનો ક્રિસ્ટિયન એરિક્સન અચાનક મેદાનમાં ઢળી પડ્યો, મેચ સ્થગિત

  • Share this:
    કોપેનેહગન: યુરો કપ 2021 ની મેચ શરૂ થઈ ગઈ છે. શનિવારે રાત્રે ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચમાં એક દુ:ખદાયક ઘટના જોવા મળી હતી. મેચ દરમિયાન ડેનિશ ખેલાડી ક્રિસ્ટિયન એરિક્સન જમીન પર પડ્યો હતો. આ પછી મેડિકલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને મેચ સ્થગિત કરી દેવામાં આવી હતી. એરિક્સનની સારવાર ચાલી રહી છે. તેની ટીમના સાથીઓ રડતા જોવા મળ્યા હતા. ઘણા ચાહકોએ ટીવી પર આ ઘટના જોઇ હતી. ડેનિશ ફૂટબોલ એસોસિએશન અનુસાર, એરિક્સન અત્યારે ભાનમાં છે.

    મેચ દરમિયાન 29 વર્ષીય ડેનિશ સ્ટાર ખેલાડી ક્રિશ્ચિયન એરિક્સન 43મી મિનિટમાં બેભાન થઈ ગયો હતો. તબીબી ટીમને તાત્કાલિક મેદાનમાં બોલાવવામાં આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ડેનમાર્કે પ્રથમ મિનિટથી જ ફિનલેન્ડ પર પ્રભુત્વ મેળવ્યું હતું. ફિનલેન્ડના રોબિન લડે તેને ફાઉલ કરવા માટે યલો કાર્ડ બતાવ્યું હતું. મેચ સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી ડેનમાર્કે 8 શોટ બનાવ્યા હતા.







    ફીફાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ક્રિશ્ચિયન એરિક્સનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ અને અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી. વધુ માહિતી આપવામાં આવશે. ખેલાડીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. આ ઘટના પછી, ચારે બાજુથી એરિક્સન માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.





    2011માં ડેનમાર્કને મળી હતી જીત

    ડેનમાર્કની ગણતરી શ્રેષ્ઠ ટીમોમાં થાય છે. ટીમ મેચ પલટાવી શકે તે માટે સક્ષમ છે. ફિનલેન્ડ સામે હંમેશા ડેનમાર્કનો હાથ હતો. 2011થી બંને વચ્ચે કોઈ મેચ થઈ નથી. 2011માં મેચ ડેનમાર્ક દ્વારા 2-1થી જીતી હતી.
    Published by:kuldipsinh barot
    First published:June 12, 2021, 23:55 IST

    ટૉપ ન્યૂઝ