નવી દિલ્હી : યૂરો 2020 (EURO 2020) શરૂ થતા પહેલા જ યૂક્રેનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. તેણે પોતાના દેશની જર્સી પર લખેલા સ્લોગન ‘ગ્લોરી ટૂ ઓવર હીરોઝ’ને હટાવવું પડશે. યૂરો કપના આયોજક યૂનિયન ઓફ યૂરોપિયન ફૂટબોલ એસોસિયેશન એટલે કે યૂઇએફએએ યૂક્રેનને આમ કરવા માટે કહ્યું છે. રશિયાના ફૂટબોલ એસોસિયેશને આ જર્સીને લઇને ફરિયાદ કરી હતી. આ પછી યૂઈએફએએ યૂક્રેનને આ ફેરફાર કરવા માટે કહ્યું છે. જોકે યૂક્રેન આ નિર્ણયથી આ ખુશ નથી.
યૂઇએફએએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે યૂક્રેનની જર્સી પર લખેલા બે સ્લોગન રાજનીતિથી પ્રેરિત જોવા મળી રહ્યા છે. તેનું ઐતિહાસિક અને સૈનિક મહત્વ છે. જર્સીની અંદર લખેલા આ ખાસ શબ્દોને યૂઇએફએ સ્પર્ધા સાથે જોડાયેલા મુકાબલામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.
યૂક્રેને ગત રવિવારે યૂરો કપ માટે જર્સી લોન્ચ કરી હતી. પીળા રંગની જર્સી સામે સફેદ રંગમાં યૂક્રેનની સરહદોને એક સ્લોગન સાથે દેખાડવામાં આવી છે. જેમાં લખ્યું છે કે યૂક્રેનની જય. જર્સીની અંદર લખ્યું છે - વીરોની જય. આ બંને નારા યૂક્રેનમાં શહીદોના શાનમાં લગાવવામાં આવે છે અને આ અભિવાદનનો ભાગ છે. આ જર્સીમાં તેમણે ક્રીમિયાને પોતાના દેશનો ભાગ ગણાવ્યો છે. જેને લઇને રશિયાએ પોતાની આપત્તિ વ્યક્ત કરી છે. રશિયા ક્રીમિયાને પોતાના દેશનો ભાગ માને છે. જોકે રશિયાના દાવાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નથી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ ક્રીમિયાને યૂક્રેનનો ભાગ જ માને છે.
" isDesktop="true" id="1104236" >
યૂરો કપમાં યૂક્રેન ગ્રૂપ-C માં
યૂરો કપ 2020ની શરૂઆત આજે મોડી રાતથી થશે. પ્રથમ મુકાબલામાં તુર્કી અને ઇટાલીની ટીમો આમને સામને હશે. યૂક્રેનને ગ્રૂપ-સી માં નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રિયા અને ઉત્તરી મેસેડોનિયા સાથે રાખવામાં આવ્યું છે. યૂક્રેન પોતાનો પ્રથ મુકાબલો 14 જૂને નેધરલેન્ડ્સ સામે રમશે. જ્યારે રશિયા ગ્રૂપ-બી માં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર