Euro 2020: ઈટલીએ બીજીવાર જીત્યું યૂરો કપનું ટાઇટલ, ઈંગ્લન્ડનું 55 વર્ષનું સપનું અધૂરું રહ્યું

યૂરો 2020ની ફાઇનલમાં ઈટલીએ પેનલ્ટી શૂટ આઉટમાં ઈંગ્લેન્ડને 3-2થી હરાવી દીધું

યૂરો 2020ની ફાઇનલમાં ઈટલીએ પેનલ્ટી શૂટ આઉટમાં ઈંગ્લેન્ડને 3-2થી હરાવી દીધું

  • Share this:
    લંડન. ઈટલીએ બીજી વાર યૂરો કપનું ટાઇટલ જીતી લીધું છે. યૂરો 2020 (Euro 2020)ની ફાઇનલમાં ટીમે ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટ આઉટમાં 3-2થી હરાવી (Italy Beat England) દીધું. ફુલ ટાઇમ સુધી સ્કોર 1-1થી બરાબર હતો. ઈંગ્લેન્ડે 55 વર્ષથી કોઈ ટાઇટલ નથી જીત્યું. ઇટલીએ આ પહેલા 1968માં પણ યૂરો કપનું ટાઇટલ જીત્યું હતું. ઈટલી 34 મેચથી કોઈ મુકાબલો હાર્યું નથી.

    લંડનન વેમ્બલે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી. બીજી જ મિનિટમાં લ્યૂક શૉ (Luke Shaw)એ ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી દીધી. આ યૂરો કપના ફાઇનલનો સૌથી ઝડપી ગોલ છે. લ્યૂક શૉએ 1 મિનિટ 57 સેકન્ડમાં ગોલ કરી દીધો હતો. આ પહેલા 1964માં સ્પેનના જીસસ મારિયાએ રશિયાની વિરુદ્ધ ફાઇનલમાં છઠ્ઠી મિનિટમાં ગોલ કર્યો હતો. 67મી મિનિટમાં ઈટલીના લિયોનાર્ડો બાનુચીએ ગોલ કરી 1-1થી બરાબરી કરી દીધી. 34 વર્ષ 71 દિવસના બોનુચી ફાઇનલમાં ગોલ કરનારો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો. ફુલ ટાઇમ સુધી સ્કોર 1-1થી બરાબર પર રહ્યો. 30 મિનિટના વધારાના સમયમાં પણ બંને ટીમ ગોલ ન કરી શકી.

    આ પણ વાંચો, Copa America Final: મેસીનું સપનું પૂરું થયું, પહેલીવાર મેજર ટૂર્નામેન્ટમાં જીત, આર્જેન્ટિનાએ બ્રાઝીલને 1-0થી હરાવ્યું

    બીજી વાર પેનલ્ટીથી પરિણામ મળ્યું

    યૂરો કપના ઈતિહાસમાં બીજી વાર ટૂર્નામેન્ટમાં રિઝલ્ટ પેનલ્ટી શૂટઆઉટથી આવ્યું. આ પહેલા 1976માં પેનલ્ટીથી પરિણામ આવ્યું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડ તરફથી હૈરી કૈન, હૈરી મૈગુઓરે ગોલ કર્યા જ્યારે માર્કસ રૈશફોર્ડ, જેડન સાંચો અને બુકાયો સાકા ગોલ ન કરી શક્યા. ઈટલી તરફથી ડોમનિકા બેરાર્ડી, લિયોનાર્ડો બોનુચી, ફેડરિકોએ ગોલ કર્યા. આંદ્રેઇ બેલોટી, જોર્ગિન્હો ગોલ ન કરી શક્યા.

    આ પણ વાંચો, અડધાથી પણ ઓછી કિંમતે ખરીદો Tata Safari અને Hyundai Creta, અહીં જાણો તમામ ડિટેલ્સ

    ફાઇનલમાં કરિયરનો પહેલો ગોલ કર્યો

    ઈંગ્લેન્ડ તરફથી 16મી મેચ રમી રહેલા લ્યૂક શૉએ આ પહેલા ઇન્ટરનેશનલ મેચમાં ગોલ નહોતો કર્યો. લેફ્ટ બૈકથી રમનારા ખેલાડીએ ઈંગ્લેન્ડની અંડર-16, અંડર-17 અને અંડર-21 તરફથી મેચ રમી ચૂક્યો છે. 25 વર્ષીય લ્યૂક શૉ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં મેનચેસ્ટર યૂનાઇટેડ તરફથી રમે છે. તે 2014માં ક્લબ સાથે જોડાયો હતો. 128 મેચમાં બે ગોલ કરી ચૂક્યો છે.

    Published by:Mrunal Bhojak
    First published: