Home /News /sport /ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને કરાયો સસ્પેન્ડ

ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને કરાયો સસ્પેન્ડ

ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને કરાયો સસ્પેન્ડ

મેચ રેફરીએ ઇયોન મોર્ગનને સસ્પેન્ડ કરવા ઉપરાંત 40 ટકા મેચ ફી પણ કાપી લીધી

વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ટીમ શાનદાર ફોર્મમાં છે. તે હાલમાં પાકિસ્તાન સામે વન-ડે શ્રેણી રમી રહી છે. પાંચ મેચની વન ડેમાં ઇંગ્લેન્ડે મંગળવારે પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે 359 રનનો લક્ષ્યાંક 31 બોલ બાકી રહેતા પહેલા જ મેળવી લીધો હતો. જોકે આ ભવ્ય જીત પછી ઇંગ્લેન્ડને ટીમને ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બ્રિસ્ટલમાં રમાયેલી વન-ડેમાં ઇંગ્લેન્ડનો ઓવર રેટ ધીમો હતો જેથી મેચ રેફરીએ આ કાર્યવાહી કરી હતી.

મેચ રેફરીએ ઇયોન મોર્ગનને એક મેચ માટે સસ્પેન્ડ કરવા ઉપરાંત તેની 40 ટકા મેચ ફી પણ કાપી લીધી છે. ફક્ત ઇયોન મોર્ગન જ નહીં ઇંગ્લેન્ડના બીજા ખેલાડીઓની પણ 20 ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે. આઈસીસીના નિયમ 2.22.1 પ્રમાણે જો કોઈ ટીમ ધીમા ઓવર રેટથી બોલિંગ કરે તો ટીમની 10 ટકા અને કેપ્ટનની 20 ટકા મેચ ફી કપાય છે. જોકે મોર્ગનની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે આ વર્ષે બીજી વખત સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી. જેથી તેને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો છે અને ટીમની 20 ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે.

આ પણ વાંચો - IPLમાં ફેલ થયા ટીમ ઇન્ડિયાના આ છ ખેલાડીઓ, તૂટી શકે છે વર્લ્ડ કપનું સપનું

ઇંગ્લેન્ડનો ભવ્ય વિજય
બીજી વન-ડેમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઇમામ ઇલ હકના 151 રનની મદદથી 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે જોની બેરિસ્ટોના 128 રનની મદદથી 44.5 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
First published:

Tags: England, Eoin Morgan, આઇસીસી, પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો