ટીમ ઇન્ડિયા થઈ જાવ તૈયાર, ઇંગ્લેન્ડના આ ખતરનાક બોલરની થઈ રહી છે વાપસી

 • Share this:
  ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા પોતાની ફિટનેસ સાબિત કરવા માટે 15 જુલાઈએ લંકાશર સામે મેચ રમશે. આ મેચ દ્વારા તે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પુનરાગમન કરી રહ્યો છે. આ 35 વર્ષીય ફાસ્ટ બોલરે 138 ટેસ્ટમાં 540 વિકેટ ઝડપી છે. તે ખભાની ઈજાના કારણે ગત વર્ષ જૂનથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મેચ રમ્યો નથી.

  એન્ડરસન 22 જુલાઈએ કટ્ટરહરીફ યોર્કશાયર સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ પણ રમશે. ઇંગ્લેન્ડે એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે નિવેદનમાં કહ્યું હતું કે ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર એન્ડરસન 15 જુલાઇથી ઓલ્ડ ટ્રેફર્ડમાં નોંટિંઘમશર તરફથી ત્રણ દિવસીય મેચમાં લંકાશર સેકેન્ડ ઇલેવન તરફથી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરશે.  એન્ડરસન ત્રણ જૂને પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં મળેલા વિજય પછી રમ્યો નથી. ખભાની ઈજા પછી તે લંકાશર અને ઇંગ્લેન્ડ સ્ટાફ સાથે બોલિંગ કરી રહ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: