શ્રીલંકાના 3 ખેલાડીઓ ટીમની બહાર કરાયા, શરમજનક કૃત્ય Videoમાં કેદ!

 • Share this:
  નવી દિલ્લી: શ્રીલંકા ક્રિકેટ ફરી એકવાર ખોટા કારણોસર હેડલાઇન્સમાં છે. ખરેખર શ્રીલંકાના 3 ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેનો ગુનો એ છે કે તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો બાયો બબલ તોડ્યો હતો. જે બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા છે. કુસલ મેન્ડિસ અને વિકેટકીપર નિરોશન ડિકવેલા સહિત ત્રણ ક્રિકેટરોને પણ તાત્કાલિક ઘરે પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બંને સિવાય ઓપનર ધનુષ્કા ગુનાથિલાકા ત્રીજી ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાની હાર બાદ રાત્રે ડરહામની ગલીઓમાં ફરતા જોવા મળ્યા હતા. આ મેચમાં શ્રીલંકાને 89 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણેય ખેલાડીઓ આ મેચનો ભાગ હતા.

  એસએલસીના સેક્રેટરી મોહન ડી સિલ્વાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રીલંકા ક્રિકેટની એક્ઝિક્યુટિવ કમિટીએ કુસલ મેન્ડિસ, ધનુષ્કા ગુંટિલાકા અને નિરોશન ડિકવેલાને બાયો બબલનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે અને તેમને તાત્કાલિક શ્રીલંકા પાછા ફરવાનું કહ્યું છે. આ અગાઉ શ્રીલંકાના ચાહકે પોસ્ટ કરેલા વીડિયો પર પ્રતિક્રિયા આપતા એસએલસીના વડા શમ્મી સિલ્વાએ કહ્યું હતું કે, તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાથી તેની તપાસ ચાલી રહી છે.

  શ્રીલંકા શનિવારે 0-3થી સમાપ્ત થયેલી T20I શ્રેણી ગુમાવી હતી. ઓક્ટોબર 2020 પછી, તેને સતત પાંચમી ટી 20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકા હવે ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. તેની પ્રથમ મેચ 29 જૂને ચેસ્ટર લી સ્ટ્રીટ ખાતે રમાશે.

  ચાલો તમને જણાવી દઈએ કે, કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને ધનુષ્કા ગુન્તિલકા, ટી -20 શ્રેણીમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા હતા. મેન્ડિસે 3 મેચમાં માત્ર 54 રન બનાવ્યા હતો. ડિકવેલા 2 મેચમાં 14 રન બનાવી શક્યો હતો અને ગુનાતીલ્કા 3 મેચમાં ફક્ત 26 રન બનાવી શક્યો હતો.
  Published by:kuldipsinh barot
  First published: