Home /News /sport /

ઇંગ્લેન્ડના ક્રિકેટરો જાતે જ ખુરશી ઉપાડી મેદાનની બહાર કેમ જવા લાગ્યા? જાણો શું છે ઘટના

ઇંગ્લેન્ડના ક્રિકેટરો જાતે જ ખુરશી ઉપાડી મેદાનની બહાર કેમ જવા લાગ્યા? જાણો શું છે ઘટના

ઇંગ્લેન્ડના બધા ખેલાડી ટીમ ફોટો પડાવ્યા પછી પોતાની ખુરશીઓ ઉઠાવીને મેદાનની બહાર જતા જોવા મળે છે (તસવીર - England’s Barmy Army Twitter)

England vs South Africa Test Series : ટેસ્ટ શ્રેણી પહેલા ઇંગ્લેન્ડની ટીમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, 17 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે

    લંડન : ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ (England Cricket Team)વર્તમાન સમયમાં દક્ષિણ આફ્રિકા ટીમની (South Africa Cricket Team)યજમાની કરી રહી છે. બન્ને વચ્ચે ત્રણ મેચોની વન-ડે શ્રેણી રમાઇ ગઇ છે. આ શ્રેણી ડ્રો રહી છે. વન-ડે શ્રેણી પછી બન્ને વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાઇ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ 2-1થી વિજય મેળવી શ્રેણી પર કબજો જમાવ્યો હતો.

    17 તારીખથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ


    ટી-20 શ્રેણીનો પ્રથમ મુકાબલો બ્રિસ્ટલમાં રમાયો હતો. જેમાં ઇંગ્લેન્ડનો 41 રને વિજય થયો હતો. બીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાએ 58 રનથી વિજય મેળવી 1-1થી શ્રેણી બરાબરી કરી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાએ 90 રને વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરી હતી. 17 ઓગસ્ટથી બન્ને ટીમોની ખરી પરીક્ષા થશે. 17 તારીખથી બન્ને વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે.

    આ પણ વાંચો - એશિયા કપ : ભારત વિ. પાકિસ્તાનની મેચમાં કઇ ટીમ જીતશે? પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી

    ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ


    ટેસ્ટ શ્રેણી પહેલા ઇંગ્લેન્ડની ટીમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાં ઇંગ્લેન્ડના બધા ખેલાડી ટીમ ફોટો પડાવ્યા પછી પોતાની ખુરશીઓ ઉઠાવીને મેદાનની બહાર જતા જોવા મળે છે.



    આ દરમિયાન એક તસવીર ઇંગ્લેન્ડની ટીમની ફેન ક્લબ બાર્મી આર્મીએ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં પૂર્વ કેપ્ટન જો રુટ સહિત બધા ખેલાડી હાથમાં ખુરશી સાથે જોવા મળી રહ્યા છે. બાર્મી આર્મીએ આ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે - વાર્ષિક લોર્ડ્સ ચેયર-કેરિંગ ફોટો.

    આ પણ વાંચો - પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ, એકબીજા પર કર્યા આવા પ્રહારો

    તમને જણાવી દઈએ કે શ્રેણી શરૂ થતા પહેલા આખી ટીમનો ફોટો લેવામાં આવે છે. ઇંગ્લેન્ડની ટીમનો આ ફોટો તે સમયનો જ છે. ફોટો સેશન પછી બધા ખેલાડી પોતાની ખુરશીઓ ઉઠાવીને જાતે જ મેદાન બહાર જોવા મળ્યા હતા. ખેલાડીઓની આ તસવીર પર પ્રશંસકો પણ પોતાનું રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે જેવી રીતે લગ્નમાં હું અને મારો મિત્ર લડાઇ કરીએ છીએ. અન્ય એક યૂઝરે લખ્યું કે કોણ સારું કામ કરી રહ્યો છે જિમ્મી અને પોપ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket News Gujarati, Sports news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन