Eng vs SA : દક્ષિણ આફ્રિકાનો ધબડકો, ઇંગ્લેન્ડનો 104 રને વિજય

News18 Gujarati
Updated: May 30, 2019, 10:16 PM IST
Eng vs SA : દક્ષિણ આફ્રિકાનો ધબડકો, ઇંગ્લેન્ડનો 104 રને વિજય
311 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકા 39.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ

311 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકા 39.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ

  • Share this:
બેન સ્ટોક્સ (89), ઇયોન મોર્ગન (57), જેસન રોય (54) અને જો રુટ (51)ની અડધી સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 104 રન ભવ્ય વિજય મેળવ્યો છે. યજમાન ઇંગ્લેન્ડે વર્લ્ડ કપના અભિયાનની શરુઆત જીત સાથે કરી છે. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 311 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 39.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોકે સૌથી વધારે 68 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી આર્ચરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

આફ્રિકાએ 36 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. માર્કરામ 11 રન બનાવી આર્ચરનો શિકાર બન્યો હતો. પ્લેસિસ 5 રન બનાવી આર્ચરનો શિકાર બન્યો હતો. ડી કોકે બાજી સંભાળતા 74 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 68 રન બનાવ્યા હતા. તે પ્લુન્કેટનો શિકાર બન્યો હતો. ડુમિની ખાસ કમાલ ન કરી શકતા 8 રને અલીનો શિકાર બન્યો હતો. પેટ્રોરિયસ 1 રને રન આઉટ થયો હતો. આ પછી સતત વિકેટો પડતા દ.આફ્રિકાનો પરાજય થયો હતો.

આ પહેલા ઇંગ્લેન્ડની શરુઆત ખરાબ રહી હતી. ઓવરના બીજા જ બોલે બેરિસ્ટો ઇમરાન તાહિરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. આ પછી જેસન રોયે 51 બોલમાં 7 ફોર સાથે અને રુટે 56 બોલમાં 5 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. જોકે બંને અડધી સદી ફટકારી વધારી ટક્યા ન હતા. રોય 54 અને રુટ 51 રને આઉટ થયો હતો. બંનેએ બીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી નોંધાવી હતી.

કેપ્ટન ઇયોન મોર્ગને 50 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી પૂરી કરી હતી. મોર્ગન 57 રન બનાવી તાહિરની ઓવરમાં આઉટ થયો હતો. મોર્ગન બાદ સ્ટોક્સે પણ અડધી સદી ફટકારી હતી. બટલર ખાસ કમાલ ન કરી શકતા 18 રને આઉટ થયો હતો. સ્ટોક્સ 79 બોલમાં 9 ફોર સાથે 89 રન બનાવી આઉટ થયો હતો.

પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંને ટીમો આ પ્રકારે છેઇંગ્લેન્ડ - ઇયોન મોર્ગન (કેપ્ટન), જો રુટ, જેસન રોય, બેન સ્ટોક્સ, મોઇન અલી, જોની બેરિસ્ટો, જોસ બટલર, જોફ્રા આર્ચર, લિયામ પ્લાંકેટ, આદિલ રાશિદ, ક્રિસ વોક્સ.

દક્ષિણ આફ્રિકા - ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, જેપી ડુમિની, ક્વિન્ટોન ડી કોક, ફેલુકવાયો, ઇમરાન તાહિર, કાગિસો રબાડા, પ્રીટોરિયસ, એડન માર્કરામ, રાસ વાન ડર ડુસૈન, લુંગી એન્ગિડી.
First published: May 30, 2019, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading