ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડનો વિજય, પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી આઉટ !

News18 Gujarati
Updated: July 3, 2019, 11:04 PM IST
ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડનો વિજય, પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી આઉટ !
જોની બેરિસ્ટોની સદી , ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે 119 રને વિજય મેળવ્યો, ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં

જોની બેરિસ્ટોની સદી , ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે 119 રને વિજય મેળવ્યો, ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં

  • Share this:
જોની બેરિસ્ટોની સદી (106) અને જેસન રોયની અડધી સદી (60) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે 119 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 305 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 45 ઓવરમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

બીજી તરફ પરાજય થયો હોવા છતા ન્યૂઝીલેન્ડે પણ લગભગ સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ઇંગ્લેન્ડનો વિજય થતા પાકિસ્તાન સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. કારણ કે પાકિસ્તાને સેમિ ફાઇનલમાં સ્થાન મેળવવું હોય તો બાંગ્લાદેશ સામે 316 રને વિજય મેળવવો પડે. જે શક્ય નથી.

ન્યૂઝીલેન્ડ તરફથી લથામે સૌથી વધારે 57 રન બનાવ્યા હતા. આ સિવાય રોસ ટેલરે 28, વિલિયમ્સને 27 અને નિશામે 19 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

અગાઉ ઇંગ્લેન્ડના જેસન રોય અને બેરિસ્ટોએ પ્રથમ વિકેટ માટે 18.4 ઓવરમાં 123 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત અપાવી હતી. રોય 61 બોલમાં 8 ફોર સાથે 60 રન બનાવી આઉટ થયો હતો. બેરિસ્ટોએ શાનદાર બેટિંગ કરતા 99 બોલમાં 15 ફોર અને 1 સિક્સર સાથે 106 રન બનાવ્યા હતા.

કેપ્ટન ઇયોન મોર્ગન 42, જો રુટ 24, બટલર 11, સ્ટોક્સ 11 અને વોકિસ 4 રને આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટ, હેનરી અને નિશામે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે સાન્તેનર અને સાઉથીને 1- 1 વિકેટ મળી હતી.
First published: July 3, 2019, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading