આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે આપેલા 242 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 242 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. જેથી મેચનો નિર્ણય સુપર ઓવરમાં કરવામાં આવ્યો હતો. જોકે સુપર ઓવરમાં પણ મેચ ટાઇ (15-15 રન) રહેતા બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મેચ દરમિયાન ઇંગ્લેન્ડે વધારે બાઉન્ડ્રી મારી હોવાથી તે વિજેતા બન્યું હતું. બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે લડાયક બેટિંગ કરતા 84 અને બટલરે 59 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકોલ્સ 55 ટોમ લથામ 47, કેપ્ટન કેન વિલિયમ્સન 30, માર્ટિન ગુપ્ટિલ 19 અને રોસ ટેલર 15 રન બનાવી આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ અને પ્લુન્કેટે 3-3 વિકેટ ઝડપી હતી. આર્ચર અને માર્ક વુડને 1-1 વિકેટ મળી હતી.
કેન વિલિયમ્સન એક વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. તેણે મહેલા જયવર્ધનને રેકોર્ડ તોડ્યો છે. જયવર્ધનેએ 2007ના વર્લ્ડ કપમાં 548 રન બનાવ્યા હતા. વિલિયમ્સને ફાઇનલમાં એક રન બનાવતા જ આ રેકોર્ડ તોડ્યો હતો.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.