ક્રિકેટની દુનિયામાં રવિવારે આ વખતે નવો વર્લ્ડ ચેમ્પિયન મળશે. યજમાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપના પ્રથમ ટાઇટલ માટે રવિવારે લોર્ડ્સના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3.00 કલાકેથી શરુ થશે. સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ગ્રૂપની ટોપર ભારતને અને ઇંગ્લેન્ડે ગ્રૂપમાં બીજા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી.
ન્યૂઝીલેન્ડ સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં રમવા ઉતરશે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ ચોથી વખત ફાઇનલ રમવા ઉતરશે. આ પહેલા ઇંગ્લેન્ડ 1979, 1987 અને 1992માં ફાઇનલમાં પહોંચ્યું હતું.જોકે ત્રણેય વખત તેનો પરાજય થયો હતો.
ઇંગ્લેન્ડ વન-ડે રેન્કિંગમાં ટોચના સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડ નંબર ત્રણ પર છે. બંને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ ઉપર હાવી છે. બંને વચ્ચે અત્યાર સુધી 90 મુકાબલા થયા છે. જેમાં ન્યૂઝીલેન્ડનો 43 મેચમાં વિજય થયો છે. જ્યારે ઇંગ્લેન્ડનો 41 મેચમાં વિજય થયો છે.
આઈસીસી વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે 9 મુકાબલા થયા છે. જેમાં 5 મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. જ્યારે ચાર મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર