Home /News /sport /

Eng vs Afg: મોર્ગનની આક્રમક સદી, ઇંગ્લેન્ડનો 150 રને વિજય

Eng vs Afg: મોર્ગનની આક્રમક સદી, ઇંગ્લેન્ડનો 150 રને વિજય

ઇંગ્લેન્ડ - 397/6, ઇયોન મોર્ગન 148, બેરિસ્ટો 90, જો રુટ 88 , અફઘાનિસ્તાન - 247/8, ઇંગ્લેન્ડ 8 પોઇન્ટ સાથે ટોચના સ્થાને

ઇંગ્લેન્ડ - 397/6, ઇયોન મોર્ગન 148, બેરિસ્ટો 90, જો રુટ 88 , અફઘાનિસ્તાન - 247/8, ઇંગ્લેન્ડ 8 પોઇન્ટ સાથે ટોચના સ્થાને

  ઇયોન મોર્ગનની સદી (148), જોની બેરિસ્ટોના 90 અને જો રુટના 88 રનની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 150 રને વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 50 ઓવરમાં 8 વિકેટે 247 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડ 8 પોઇન્ટ સાથે ટોચના સ્થાને આવી ગયું છે.

  નૂર અલી ઝરદાન ખાતું ખોલાયા વિના અને ગુલાબદ્દીન નઈબ 37 રને આઉટ થયો હતો. રહમત શાહ 46 રને રાશિદનો શિકાર બન્યો હતો. રહમત અને શાહિદીએ 52 રનની ભાગીદારી નોંધાવી હતી. શાહિદીએ 68 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી.

  અશગર 44 રન બનાવી આઉટ થયો હતો.અશગર અને શાહિદી વચ્ચે 94 રનની ભાગીદારી નોંધાઈ હતી. હશમતુલ્લાહ શાહિદી 100 બોલમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી 76 રને આઉટ થયો હતો.

  ઇંગ્લેન્ડ તરફથી રાશિદ અને આર્ચરે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્ક વુડને 2 વિકેટ મળી હતી.

  અગાઉ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને  77 બોલમાં 4 ફોર અને 17 સિક્સર સાથે 148 રન બનાવ્યા હતા. મોર્ગને એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર (17) ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

  મોર્ગને ભારતના રોહિત શર્મા, વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલ અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો છે. આ ત્રણેયના નામે સંયુક્ત રીતે એક ઇનિંગ્સમાં 16 સિક્સરોનો રેકોર્ડ હતો. ઇંગ્લેન્ડે અંતિમ 5 ઓવરમાં 74 અને અંતિમ 10 ઓવરમાં 142 રન ફટકાર્યા હતા.

  ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. ખાસ કરીને સ્ટાર બોલર રાશિદ ખાનની. રાશિદ ખાને 9 ઓવરમાં 110 રન આપ્યા હતા. દૌલત ઝરદાને 10 ઓવરમાં 85 રન આપ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: ICC World Cup 2019

  આગામી સમાચાર