દિલ સંભાળીને બેસો, ક્રિકેટ જગતમાં થવા જઈ રહ્યો છે ફિક્સિંગનો ચોકાવનારો ખુલાસો

News18 Gujarati
Updated: May 26, 2018, 3:33 PM IST
દિલ સંભાળીને બેસો, ક્રિકેટ જગતમાં થવા જઈ રહ્યો છે ફિક્સિંગનો ચોકાવનારો ખુલાસો

  • Share this:
ક્રિકેટ રમતને કલંકિત કરનાર મેચ ફિક્સિંગની બધી જ ઘટનાઓમાં ક્રિકેટરોએ પોતાનું ઈમાન વેચવાની બાબતો અત્યાર સુધી સામે આવી છે. જોકે, હવે ફિક્સર્સનો એક એવો ખુલાસો થવા જઈ રહ્યો છે કે, જે ક્રિકેટ પ્રેમીઓનો હોશ ઉડાવી શકે છે. સમાચાર છે કે ઈન્ટરનેશનલ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરા ટૂંક સમયમાં જ એક એવી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરવાની છે, જેમાં ખુલાસો થશે કે, કેવી રીતે ફિક્સર્સ કોઈપણ મુકાબલામાં પોતાના મનપસંદ પરિણામ માટે ગ્રાઉન્ડ્સમેનને રિશ્વત આપીને પિચ સાથે છેડછાડ કરાવી દે છે.

અલ ઝઝીરાના સમાચાર અનુસાર બે વર્ષ પહેલા શ્રીલંકાના મેદાન ગોલમાં મેજબાન ટીમ અને ઓસ્ટ્રેલિયન વચ્ચે રમાયેલ મેચ આવી રીતે જ ફિક્સ કરવામાં આવી હતી. 2016માં રમાયેલ આ મેચમાં ઓસ્ટ્રેલિયનની ટીમ માત્ર અઢી દિવસમાં જ 229 રનથી હારી ઘઈ હતી. બંને ઈનિંગમાં 18 ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્પિન બોલર્સના શિકાર બની ગયા અને બંને ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 85 રનનો સ્કોર પણ પાર કરી શકી નહતી.

સમાચાર અનુસાર અલ ઝઝીરા સ્ટિંગ ઓપરેશનમાં જણાવ્યું છે કે, ફિક્સર્સે આ મેચની પિચને ફિક્સ કરવા માટે પિચ ક્યૂરેટરને 37,000 ડોલરની રિશ્વત આપી હતી.

આ છે ઈન્ડિયા કનેક્શન

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાછલા વર્ષ જુલાઈમાં ગોલમાં રમાયેલ ભારત શ્રીલંકાની ટેસ્ટ મુકાબલો પણ આવી જ રીતે પિચ સાથે છેડછાડ કરીને ફિક્સ કરવામાં આવ્યો હતો. આ મુકાબલો ભારતે 304 રનથી જીતી લીધો હતો. સ્ટિંગ ઓપરેશનમાં જે લોકોની આમાં સંલિપ્તતાની વાત કહેવામાં આવી છે તેમાં મુંબઈનો એક બુકી પણ સામેલ છે.

આ સ્ટિંગ ઓપરેશનમાં તે ખુલાસો થયો છે કે, બુકીઓએ આવી રીતે જ ગોલમાં થનાર ઈંગ્લેન્ડ શ્રીલંકાના મુકાબલાઓને પણ ફિક્સ કરવાની યોજના બનાવી છે. આ સ્ટિંગ ઓપરેશનમાં ગોલ ક્રિકેટ સ્ટેડિયમના આસિસ્ટન્ટ મેનેજર તરંગા ઈડિકાને તે કહેતો દર્શાવ્યો છે કે, તે કોઈપણ બેટ્સમેન અથવા બોલર અનુસાર પિચને ફિક્સ કરી શકે છે.આઈસીસીને પણ આ આખી ઘટનાની જાણ છે, અને તેની એન્ટી કરપ્શન યૂનિટ આની તપાસ કરી રહી છે. જ્યારે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડે આના પર એક નિવેદન રજૂ કરતાં કહ્યું છે કે, તેઓ આના પર પૂર નજર રાખી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઝઝીરાની રિપોર્ટમાં ગંભીર ખુલાસાઓ થાય છે તો પછી આ વર્ષે ઓક્ટોબરમાં થનાર ઈંગ્લેન્ડની ટીમનો શ્રીલંકાનો પ્રવાસ પર પણ પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવી શકે છે.

આ રિપોર્ટનું પ્રસારણ રવિવારે કરવામાં આવશે.
First published: May 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading