Home /News /sport /IND Vs ENG: ઇંગ્લેન્ડની વધી ચિંતા, મોર્ગન અને સેમ બિલિંગ્સ બીજી વનડેમાંથી થઈ શકે છે બહાર

IND Vs ENG: ઇંગ્લેન્ડની વધી ચિંતા, મોર્ગન અને સેમ બિલિંગ્સ બીજી વનડેમાંથી થઈ શકે છે બહાર

    નવી દિલ્હી: બીજી વનડે પહેલા ઇંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન આયન મોર્ગન અને બેટ્સમેન સેમ બિલિંગ્સ બીજી મેચમાંથી બહાર થઈ શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ 26 માર્ચે પુણેમાં રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું છે.

    મોર્ગન પ્રથમ વન ડેમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈલાજ થયા બાદ તે બેટિંગ કરવા ઉતર્યો હતો અને 22 રને આઉટ થયો હતો. ત્યારે બીજી બાજુ બાઉન્ડ્રી રોકવાનો પ્રયાસ કરતી વખતે બિલિંગ્સે પોતાને ઇજા પહોંચાડી. જો કે, ઈજા હોવા છતાં બિલિંગ્સ બેટિંગ કરવા ઉતર્યો હતો અને તેણે તેની ટીમમાં 18 રનનું યોગદાન આપ્યું હતું. મોર્ગને કહ્યું કે, આગલી મેચમાં રમતા પહેલા તેણે અને બિલિંગ્સે 48 કલાક રાહ જોવી પડશે, બિલિંગ્સને ઇજા થઈ છે. તેના ખભા સોજી ગયા છે. જેની સારવાર ચાલી રહી છે.

    મોર્ગને બદલાવના સંકેતો આપ્યા

    બીજી વનડેમાં ઇંગ્લેન્ડની ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. ટી -20 શ્રેણીમાં ટીમનો ભાગ રહેલા લિયિમ લિવિંગસ્ટોનને હવે પછીની મેચમાં વનડે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત 24 વર્ષીય લેગ સ્પિનર ​​મેટ પાર્કિન્સન પણ એક વર્ષથી વન-ડે મેચ રમ્યો નથી. તેને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. પ્રથમ મેચમાં, આદિલ રાશિદ ખૂબ ખર્ચાળ સાબિત થયો, તેણે 9 ઓવરમાં 66 રન આપ્યા. તે જ સમયે, ઓલરાઉન્ડર તરીકે રમતા મોઇન અલીએ બેટિંગમાં 30 રન બનાવતા ત્રણ ઓવરમાં 28 રન આપ્યા હતા. આ સિવાય રીસ ટોપલેને પણ તક મળી શકે છે.

    આ પણ વાંચો - Explained: વેક્સીન આવ્યા બાદ પણ કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ?

    મોર્ગને કહ્યું કે, અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે, ટીમના મોટાભાગના ખેલાડીઓને વન-ડે મેચ રમવાની તક મળે કારણ કે તે ટીમને આગળ વધારવાનું છે. બીજી વનડે મેચમાં ટોમ કારેન, મેટ પાર્કિસનને રિએન ટોપલીની જગ્યાએ આદિલ રશીદ અને લિવિંગસ્ટોનની જગ્યાએ મોઈન અલીની જગ્યા લઈ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Eoin Morgan, India vs england, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन
    विज्ञापन