Home /News /sport /

ઇંગ્લેન્ડની ટીમે 2019ની કિટ જાહેર કરી, 27 વર્ષ જૂનો દાવ ખેલ્યો

ઇંગ્લેન્ડની ટીમે 2019ની કિટ જાહેર કરી, 27 વર્ષ જૂનો દાવ ખેલ્યો

ઇંગ્લેન્ડે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની કિટ જાહેર કરી

ઇંગ્લેન્ડે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની કિટ જાહેર કરી દીધી

    ઇંગ્લેન્ડે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની કિટ જાહેર કરી દીધી છે. આ કિટ 1992ના વર્લ્ડ કપથી પ્રેરિત છે. ઇંગ્લેન્ડ આ વખતે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આ કિટ ન્યૂ બેલેન્સે તૈયાર કરી છે. ઇંગ્લેન્ડની નવી કિટ આછા વાદળી રંગની છે અને તેના કોલર ઘાટા વાદળી રંગના છે. સાથે ટ્રાઉઝર પણ આછા વાદળી રંગનું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વિટ કરીને નવા કિટની તસવીર જાહેર કરી છે. ટીમનો કેપ્ટન ઇયોન મોર્ગન, વિકેટકીપર બેટ્સમેન જોની બેરિસ્ટો, સ્પિનર આદિલ રશીદ નવી કિટમાં જોવા મળે છે.

    ઇંગ્લેન્ડે 1992ના વર્ષ પ્રમાણે પોતાની કિટ એટલા માટે તૈયાર કરી છે કારણ કે આ વર્લ્ડ કપમાં ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. ફાઇનલમાં તેનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હાલના સમયે દુનિયાની નંબર વન વન-ડે ટીમ છે અને વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.

    આ કિટ 1992ના વર્લ્ડ કપથી પ્રેરિત છે


    આ પણ વાંચો - 106 કેપ્ટનો પણ નથી તોડી શક્યા સૌરવ ગાંગુલીનો આ રેકોર્ડ!

    એટલા માટે માનવામાં આવે છે કે ગુડલક ચાર્મના રુપમાં 1992ની વર્લ્ડ કપ કિટમાંથી પ્રેરણા લીધી છે. 1992 પછી ઇંગ્લેન્ડ એકપણ વખત ફાઇનલમાં પહોંચી શક્યું નથી. 1992 વર્લ્ડ કપમાં પ્રથમ વખત રંગીન જર્સીની શરુઆત થઈ હતી. આ પહેલા સુધી સફેદ જર્સીમાં ક્રિકેટ રમાતું હતું. સોશિયલ મીડિયા પર ઇંગ્લેન્ડની કિટની ઘણી પ્રશંસા થઈ છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે લખ્યું છે કે વર્લ્ડ કપ જીતવા માટે એક સુંદર કિટ. જોકે કેટલાક લોકોને આ કિટ પસંદ આવી નથી. તેમણે તેને ખરાબ અને ફિકી કિટ બતાવી છે.

    ઇંગ્લેન્ડની ટીમ ત્રણ વખત 1979, 1987 અને 1992માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જોકે હજુ સુધી એકપણ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું નથી.​
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket world cup 2019, England, ICC Cricket World Cup 2019, આઇસીસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन