Home /News /sport /

IPL 2021માંથી 30 ખેલાડીઓ થઈ શકે છે બહાર, આ ટીમોને થશે મોટું નુકસાન

IPL 2021માંથી 30 ખેલાડીઓ થઈ શકે છે બહાર, આ ટીમોને થશે મોટું નુકસાન

    નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આઇપીએલ 2021 ની બાકીની મેચો યુએઈમાં આયોજીત કરવાની તૈયારીમાં છે. આઇપીએલ 2021ની બાકીની મેચોની શરૂઆત 19 અથવા તો 20 સપ્ટેમ્બરે થઈ શકે છે. જ્યારે ફાઈનલ મેચ યુએઈમાં 10 ઓક્ટોમ્બરે યોજાઈ શકે છે. આ સમય દરમિયાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લેવાની સંભાવનાઓ એકદમ નહિવત દેખાઈ રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મેનેજીંગ ડારેક્ટર એશ્લે જાઈલ્સ (Ashley Giles)ને કહી દીઘું છે કે, કોઈ પણ ખેલાડી નહિ રમે.

    ઇએસપીએન ક્રિકઇન્ફોમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ગિલ્સે જણાવ્યું હતું કે, અમે અમારા ખેલાડીઓને ચોક્કસપણે આરામ આપીશું પરંતુ આઈપીએલ નહીં રમવા દઈએ. અમે અમારું સમયપત્રક નક્કી કર્યું છે અને હવે અમે ઇચ્છીએ છીએ કે, અમારા શ્રેષ્ઠ ખેલાડીઓ ટી 20 વર્લ્ડ કપ અને એશિઝ માટે તૈયાર રહે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ટી 20 વર્લ્ડ કપ પહેલા 3 થી 4 સિરીઝ રમવાની છે, જેના કારણે તેના ખેલાડીઓ માટે યુએઈ જવું મુશ્કેલ બને છે.

    સૌ પ્રથમ, ઓસ્ટ્રેલિયન ટીમને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જવું પડશે, જ્યાં તે 5 મેચની ટી 20 શ્રેણી અને 3 મેચની વનડે શ્રેણી રમશે. ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝમાં નથી જતાં કારણ કે, તેઓ છેલ્લા ઘણા સમયથી બાયો બબલમાં હતા. આ ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને ડેનિયલ સિમ્સનો પણ સમાવેશ છે. ડેનિયલ સાઇમ્સે માનસિક દબાણને કારણે વિન્ડિઝ ટૂરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશ જઈ શકે છે.

    આઈપીએલ 2021માં ઇંગ્લેન્ડના 12 ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયાના 18 ખેલાડીઓ રમી રહ્યા હતા. આમાં ઇંગ્લેંડના કેપ્ટન આયન મોર્ગન કોલકાતા નાઈટ રાઇડર્સનું નેતૃત્વ કરી રહ્યા છે. જો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલ નહીં રમે તો સૌથી વધુ મુશ્કેલી દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની રહેશે. રાજસ્થાનની ટીમ સંપૂર્ણપણે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને જોસ બટલર પર નિર્ભર છે.

    ચેન્નાઈ સુપર કિંગ્સ: સેમ કારેન, મોઇન અલી, જેસન બેહરેન્ડોર્ફ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ગ્લેન મેક્સવેલ, એડમ જમ્પા, ડેનિયલ ક્રિશ્ચિયન, કેન રિચાર્ડસન

    પંજાબ કિંગ્સ: ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ઝા રિચાર્ડસન, રાયલી મેરેડિથ, મોઇઝ્સ હેન્રીક્સ

    દિલ્હી કેપિટલ્સ: સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ડેનિયલ સેમ્સ, ટોમ કારેન, સેમ બિલિંગ્સ, ક્રિસ વોક્સ

    સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર, મિચેલ માર્શ

    રાજસ્થાન રોયલ્સ: બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, એન્ડ્રુ ટાઇ, લિયામ લિવિંગસ્ટોન
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Australia, England, Ipl 2021, ક્રિકેટ ન્યૂઝ

    આગામી સમાચાર