નવી દિલ્લી: કોરોના વાયરસ (Coronavirus)ને કારણે આઇપીએલ (IPL 2021)ની સિઝન અધ-વચ્ચે સ્થગિત કરવામાં આવી છે. અનેક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા. આઇપીએલની સિઝનમાં 29 મેચો રમવામાં આવી છે. અને ત્યાર બાદ ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી છે. અને મોટા ભાગના ખેલાડીઓ સિઝન સ્થગિત થતા પોતાના ધરે પહોંચી ગયા છે. સિઝનને પૂ્ર્ણ કરવાની સતત ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને જો આઇપીએલની સિઝનની બાકીની મેચો થાય તો ઈંગલેન્ડના ખેલાડીઓ આ મેચનો ભાગ નહી બને તેવી શક્યતા છે.
ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડના ક્રિકેટ નિયામક એશ્લે ગિલ્સે જણાવ્યું હતું કે, અગાઉ ઇંગ્લેન્ડના મેનેજમેન્ટે જૂન મહિનામાં આઈપીએલમાં સામેલ થવાને કારણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ છોડી દેવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે આઈપીએલની બાકીની મેચ અને ભાવિ ટૂર પ્રોગ્રામની ટક્કર શક્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનું આયોજન સપ્ટેમ્બરના બીજા ભાગમાં અથવા નવેમ્બરના મધ્યમાં કરી શકાય છે. પરંતુ બંને વખત ઇંગ્લેન્ડના ટોચના ખેલાડીઓ તેમની રાષ્ટ્રીય ટીમમાં વ્યસ્ત રહેશે.
બીસીસીઆઈ(BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly)એ ભૂતકાળમાં આઈપીએલ 2021(IPL 2021) વિશે કહ્યું હતું કે, ટી -20 લીગ બાકીની સીઝનની મેચો દેશમાં નહીં થાય. જો કે, તેમણે કહ્યું હતું કે, તે ક્યારે યોજાશે તે કહેવું બહુ વહેલું છે.
આઇપીએલની તુલનામાં અગાઉના દિવસો કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવ્યા હતા. 60 માંથી 29 મેચ થઈ છે. 31 મેચ યોજાવાની છે. જો લીગની બાકી મેચ નહીં હોય તો બોર્ડને લગભગ 2500 કરોડ રૂપિયાનું નુકસાન થશે. સ્પોર્ટસસ્ટાર સાથે વાત કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 14 દિવસની ક્વારેન્ટાઇનને કારણે ખેલાડીઓને મુશ્કેલી આવે છે. તેને હેન્ડલ કરવું મુશ્કેલ છે. પરંતુ તે ક્યારે યોજાશે તે કહેવું મુશ્કેલ છે. જો કે, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને યુએઈ ટી- 20 લીગની હોસ્ટિંગની રેસમાં યથાવત્ છે.