24 વર્ષ પછી બોર્ડરનો તૂટ્યો રેકોર્ડ, કૂકે વર્લ્ડ રેકોર્ડ બનાવીને રચ્યો ઈતિહાસ

News18 Gujarati
Updated: June 2, 2018, 2:27 PM IST
24 વર્ષ પછી બોર્ડરનો તૂટ્યો રેકોર્ડ, કૂકે વર્લ્ડ રેકોર્ડ બનાવીને રચ્યો ઈતિહાસ

  • Share this:
ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂકે શુક્રવારે પાકિસ્તાન વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ઉતરતાની સાથે જ એક નવો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. કૂકની આ સતત 154મી ટેસ્ટ છે અને આ સાથે જ સતત 154 ટેસ્ટ મેચ રમવાની બાબતે તેને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરને પાછળ છોડી દીધો છે. બોર્ડરના નામે 1979થી 1994 સુધી પોતાના દેશ તરફથી સતત 153 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ હતો, જેને કૂકે તોડી નાંખ્યો છે.

કૂકે 2006માં ભારત વિરૂદ્ધ નાગપુરમાં એકથી પાંચ માર્ચ સુધી રમાયેલ ટેસ્ટ મેચમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી અને તે ટેસ્ટ મેચમાં કૂકે શાનદાર શતક ફટકારી હતી. જોકે, બિમાર હોવાના કારણે કૂક સિરીઝની અંતિમ મેચ રમી શક્યો નહતો, ત્યાર બાદથી કૂકે ઈંગ્લેન્ડ તરફથી બધી જ ટેસ્ટ મેચો રમી છે. તેના નામે હેડિંગ્લે ટેસ્ટ શરૂ થાય તે પહેલા સુધી 155 મેચોમાં 12099 રન નોંધાયેલા હતા, ઈનિંગમાં તે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાને આ ટેસ્ટ નવ વિકેટથી જીતીને બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

માર્ક વો ત્રીજા નંબર પર

સતત ટેસ્ટ મેચ રમવાના રેકોર્ડની બાબતે કૂક અને બોર્ડર પછી ઓસ્ટ્રેલિયાના માર્ક વો (107), ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર (106) અને ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કલમ (101)નો નંબર આવે છે. મેક્કલમે ક્રિકેટમાં ડેબ્યૂથી લઈને નિવૃતિ સુધી ક્યારેય કોઈ ટેસ્ટથી બહાર રહ્યો નથી. આવી જ રીતે એડમ ગિલક્રિસ્ટે પણ ડેબ્યૂથી લઈને સતત 96 ટેસ્ટ મેચ રમીને ક્રિકેટના આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. હાલમાં જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેનાર બાદ 98 ટેસ્ટ મેચ રમ્યો, પરંતુ પુત્રના જન્મના કારણે તે એક ટેસ્ટ મેચ રમી શક્યો નહતો. એબીએ ટોટલ 114 ટેસ્ટ મેચ રમી છે.
First published: June 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading