જેસન રોયે તેની હેરસ્ટાઇલ બદલી, વાળના રંગને લઈને સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

(તસવીર- Twitter/ICC)

ઇંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રોયે(Jason Roy Hair color) તેની હેરસ્ટાઇલ બદલી નાખી છે, જેના વિશે લોકો સોશ્યલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે પોતાના બ્લીચ થયેલા વાળના સફેદ રંગમાં જોવા મળ્યો હતો. તેની તુલના અંગ્રેજી ફુટબોલર ફિલ ફોડેન (Phil Foden) સાથે કરવામાં આવી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: ક્રિકેટની દુનિયામાં વારંવાર જે કંઇ પણ થાય છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં લાંબો સમય લાગતો નથી. ક્રિકેટરો મેદાન પર કંઈક અદ્ભુત કરે છે કે, પછી મેદાનની બહાર જે કંઈ થાય છે, લોકો તેના પર ચોક્કસપણે પોતાનો અભિપ્રાય આપે છે. હવે ઇંગ્લેન્ડનો ક્રિકેટર જેસન રોય ચર્ચામાં છે. આનું કારણ તેની નવી હેરસ્ટાઇલ છે. તેના વાળના રંગે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટી -20 શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રોય નવી હેરસ્ટાઇલ સાથે દેખાયો છે.

    જેસન રોય પાકિસ્તાન સામેની ટી -20 મેચ પહેલા પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે પોતાના બ્લીચ થયેલા વાળને સફેદ કલરમાં જોવા મળ્યો હતો. આઈસીસીએ તેની એક તસવીર પણ ટ્વીટ કરી હતી. આ પછી, લોકોએ તેના વાળના રંગ વિશે અલગ અલગ કોમેન્ટો કરી રહ્યા છે.

    આ પણ વાંચો: IND VS ENG: રોહિત શર્મા બોલ્યો- હાથમાં બેટ અને બેટમાંથી નિકળેલા બોલ, આની Feel જ અલગ છે!



    roy hairstyle

    ઇંગ્લેન્ડના સ્ટાર ફૂટબોલર ફિલ ફોડેનની હેરસ્ટાઇલ પણ આવી જ હતી. યુરો -2020 ફૂટબોલ ચેમ્પિયનશીપ પહેલા તે સમાન હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. જેસન રોયની હેરસ્ટાઇલ પણ તેના જેવી જ લાગે છે. લોકો તેની તુલના ફોડેન સાથે પણ કરી રહ્યા છે.

    જોકે, રોય સિવાય બેન સ્ટોક્સે પણ પોતાની હેરસ્ટાઇલ બદલી ચૂક્યો છે. સ્ટોક્સે તાજેતરમાં જ પાકિસ્તાન સામેની વનડે સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. તે જ સમયે, સેમ કારેને પોતાની એક તસવીર પણ પોસ્ટ કરી, જેમાં આ ઓલરાઉન્ડરની હેરસ્ટાઇલ પણ બદલાઈ ગઈ હતી.
    Published by:kuldipsinh barot
    First published: