નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી આવૃત્તિ માટે ખેલાડીઓની હરાજીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે હરાજીમાં કુલ 405 ખેલાડીઓ ભાગ લેશે જેમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જેમાં ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ 23 ડિસેમ્બરના રોજIPL 2023 ઓક્શન કોચીમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ મંગળવારે આ વાતની જાણકારી આપી છે.
ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ અને ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરન ગ્રીનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બોલિંગ ઓલરાઉન્ડરની તમામ ટીમોને જરૂર છે. આવી સ્થિતિમાં તમામની નજર સ્ટોક્સ અને ગ્રીન પર રહેશે. બે અથવા ત્રણ ફ્રેન્ચાઇઝી ટીમો આ ખેલાડીઓ પર 15 થી 17 કરોડનો દાવ લગાવી શકે છે.
આ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, જેમણે તાજેતરમાં ઇંગ્લેન્ડને T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઉભરતા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન ઉપરાંત, અન્ય ખેલાડીઓ કે જેઓ મોટી બોલી લાગી શકે છે જેમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રિલી રુસોનો સમાવેશ પણ થાય છે. જેણે ઈન્ડિયન મેદાન પર ખૂૂબજ સારુ પર્ફોર્મન્સ કર્યું હતુ. ઈંગ્લેન્ડના ઉભરતા બેટ્સમેન હેરી બ્રુકની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા છે. જોકે, ફ્રેન્ચાઇઝી આ વખતે બ્રુક પર પણ મોટી બોલી લગાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર