નવી દિલ્લી : ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ભારતીય ટીમ ટી-20 શ્રેણી જીતવા માટે મેદાને ઉતરશે. ફરી એકવાર એ જ ટીમ હશે એ જ મેદાન હશે પરંતુ ફોર્મેટ ટી-20 હશે. ભારતની જેમ ઈંગ્લેન્ડની ટીમ પણ ટી-20 ફોર્મેટમાં એક મજબૂત ટીમ છે. ઈંગ્લેન્ડના 5-6 ખેલાડીઓ ભારત માટે મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. આ ખેલાડીઓ તેમના પોતાના દમ પર મેચ જીતવામાં સક્ષમ છે. માટે ભારતીય ટીમે આ પાંચ ખેલાડીઓથી સાવધાન રહેવાની જરૂર છ. મહત્વનું છે કે આ વર્ષે જ ભારતમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવા જઇ રહ્યોછે માટે આ શ્રેણી ભારત માટે મહત્વની સાબિત થઇ શકે છે.
જોસ બટલર : આઇ.પી.એલનો જોરદાર અનુભવ
જોસ બટલર (Jos Buttler) વિકેટ કિપરની સાથે તે એક વિસ્ફોટક બેસ્ટમેન પણ છે. તે ટોપ ઓર્ડરથી લઇને મિડલ ઓર્ડરમાં બેટીંગ કરે છે. તેણે તેના કારકિર્દીમાં સૌથી વધારે મેચ ઈંગ્લેન્ડ બાદ ભારતમાં રમી છે. આઇપીએલમાં તે રાજસ્થાન રોયલ્સની બેટિંગનો મજબૂત સ્તંભ છે. તેનો આ અનુભવ ભારત સામે રમાવનારી ટી-20 સીરીઝમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. બટલર અને જેસન રૉય (Jason Roy)જોડી દુનિયાની સૌથી ખતરનાક ઓપનિંગ જોડી માનવામાં આવે છે.
બેન સ્ટોક્સ : દુનિયાનો બેસ્ટ ઓલરાઉન્ડર
સમગ્ર વિશ્વ જાણે છે કે બેન સ્ટોક્સ(Ben Stokes) દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ટર છે. સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટીમને આઇસીસી વર્લ્ડ કપથી લઇને એશિઝ સીરીઝ પણ જીતાડી ચૂક્યો છે. સ્ટોક્સ ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં અસફળ સાબિત થયો છે પરંતુ ટી-20 ફોર્મેટ ટેસ્ટ કરતા ઘણું અલગ છે તે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ આઇ.પી.એલ રમ્યો છે જે ભારતીય ટીમ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
33 વર્ષીય ડેવિડ મલાન એવા ખેલાડીઓમાંથી એક છે જે વિશ્વમાં 50 કરતા વધુની એવરેજથી રન બનાવ્યા છે. મલાને અત્યાર સુધી 19 ટી-20 મેચ રમી છે જેમાં તે 10 વાર 50 કરતા વધુ રન કરવામાં સફળતા મળી છે. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે.
મોઈન અલી : ભારતીય પિચ પર એક સારો ઓલરાઉન્ડર
ઓલરાઉન્ડર મોઈન અલી (Moeen Ali) ઈંગ્લેન્ડની ટીમને એક સંતુલન આપે છે જે ભારતીય પિચ પર સૌથી જરૂરી છે. 33 વર્ષીય મોઇન ઓફ સ્પિન બોલિંગથી તેની ટીમને વધુ એક વિકલ્પ બની શકે છે. સાથે જ તે ઓપનિંગ થી લઇને મધ્યમક્રમ અને નીચલાક્રમમાં પણ તે સારી બેટીંગ કરી શકે છે. ત્રીજી ટેસ્ટમાં સતત ત્રણ સિક્સ મારીને તેણે તેની તાકાત પણ બતાવી દીધી હતી.
" isDesktop="true" id="1079178" >
જોફ્રા આર્ચર : તમામ પિચો પર અસરદાર
25 વર્ષીય જોફ્રા આર્ચર (Jofra Archer) પાસે ફાસ્ટ બોલિંગનું સૌથી ખતરનાક હથિયાર છે. તે ફાસ્ટ સટીક અને નવા બોલ સાથે ખતરનાક સાબિત થઇ શકે છે. તેની બોલિંગની લાઇ-લેન્થના કારણે તે બેટિંગ વાળી પિચ પર પણ અસરદાર સાબિત થઇ શકે છે. તેના બાઉન્સર બોલ દિગ્ગજ બેટ્સમેનો માટે પણ મુશ્કેલી સાબિત કરી શકે છે. તે નીચલાક્રમમાં ઝડપથી રન બનાવવામાં સક્ષમ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર