Home /News /sport /એન્જિનિયરમાંથી બન્યો ક્રિકેટર; નકલ બોલના શોધકે 610 વિકેટ સાથે ક્રિકેટમાંથી લીધી વિદાય

એન્જિનિયરમાંથી બન્યો ક્રિકેટર; નકલ બોલના શોધકે 610 વિકેટ સાથે ક્રિકેટમાંથી લીધી વિદાય

ઝહીર ખાને ટીમ ઈન્ડિયા માટે 600 વિકેટ ઝડપી છે

Zaheer Khan Birthday: મુંબઈમાં ક્રિકેટનું કૌશલ્ય શીખનાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પોતાની ધારદાર બોલિંગથી ઘણી વખત ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર જીત અપાવી છે. ગાંગુલીની કપ્તાની હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર આ ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલરે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમને ODIમાં વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વધુ જુઓ ...
    Zaheer Khan Birthday: મુંબઈમાં ક્રિકેટનું કૌશલ્ય શીખનાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પોતાની ધારદાર બોલિંગથી ઘણી વખત ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર જીત અપાવી છે.

    ક્રિકેટ પ્રત્યેના જુસ્સાએ તેને એન્જિનિયરમાંથી ક્રિકેટર બનાવ્યો. સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર આ ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલરે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમને ODIમાં વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવાનોના રોલ મોડલ બનેલા આ ફાસ્ટ બોલરે 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. ભારતના સર્વકાલીન શ્રેષ્ઠ બોલરોની યાદીમાં સામેલ ફાસ્ટ બોલર ઝહીર ખાન 7 ઓકટોબરો એટલે કે આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

    આ પણ વાંચો : હાર્દિકનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પ્રથમ અનુભવ, ધોનીની ઝડપે ટાઈગર્સને 'ફેલ' કર્યા

    ઝહીર ખાનના ક્રિકેટર બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. ઝહીરનો જન્મ 7 ઓક્ટોબર 1978ના રોજ મહારાષ્ટ્રના શ્રીરામપુરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. મહારાષ્ટ્રના એક નાના શહેરમાંથી આવતા તે ભારતના સૌથી સફળ બોલરોમાંનો એક બન્યો. તેમણે પ્રારંભિક શિક્ષણ શ્રીરામપુરની હિંદ સેવા મંડળ નવી મરાઠી પ્રાથમિક શાળામાંથી અને પછી કેજે સોમૈયા માધ્યમિક શાળામાંથી કર્યું. આ પછી ઝહીરે મિકેનિકલ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો. ઝહીરનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને તેના પિતાએ તેને ફાસ્ટ બોલર બનવાની સલાહ આપી. ત્યારે ઝહીરના પિતાએ કહ્યું હતું કે, દેશમાં એન્જિનિયરો બહુ મળશે, તમે ફાસ્ટ બોલર બનો. ત્યારબાદ ઝહીરે પાછું વળીને જોયું નથી.

    17 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો

    17 વર્ષની ઉંમરે ઝહીર ખાનને તેના પિતા મુંબઈ લાવ્યા હતા. અહીંથી 'જેક' નામથી પ્રખ્યાત ઝહીર ખાને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ઝહીરે જીમખાના ક્લબ સામેની મેચમાં સાત વિકેટ ઝડપીને છવાયો હતો. મુંબઈમાં જ્યારે એમઆરએફ પેસ ફાઉન્ડેશનના ટીએ શેખરની નજર આ પ્રતિભાશાળી બોલર પડી ત્યારે તેઓ તેને ચેન્નાઈ લઈ ગયા. એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં પોતાને તૈયાર કર્યા પછી, ઝહીર પ્રથમ વર્ગ અને પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશવામાં સફળ રહ્યો.



    ઝહીરના 'નકલ બોલ'ની શોધ

    'નકલ' બોલની શોધ કરવાનો શ્રેય ઝહીર ખાનને જાય છે. વર્ષ 2004-05માં જ્યારે તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે પ્રેક્ટિસ દરમિયાન આ બોલ પર ઘણું કામ કર્યું હતું. આ પછી જ્યારે તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો, ત્યારથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ખાસ હથિયાર અજમાવવાનું શરૂ કર્યું.


    2011 વર્લ્ડ કપમાં 21 શિકાર કર્યા

    2011ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં ઝહીર ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે તત્કાલીન કેપ્ટન એમએસ ધોનીએ ઝહીરને બોલ આપ્યો ત્યારે આ બોલરે નિરાશ ન કર્યો. તેણે તે વર્લ્ડ કપમાં 21 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં ઝહીરના નામે કુલ 44 વિકેટનો રેકોર્ડ છે. ઝહીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 610 શિકાર બનાવ્યા હતા. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ ટેસ્ટમાં તેના નામે 311 વિકેટ છે અને વનડેમાં 282 વિકેટ છે. ઝહીરે T20માં 17 વિકેટ લીધી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन