રિયો ડી જાનેરિયો (Rio de Janeiro)માં રમાઈ રહેલી શૂટિંગ વર્લ્ડ કપ(Shooting World Cup)માં ભારતની સુવર્ણ શરૂઆત થઈ છે. ભારતીય મહિલા નિશાનેબાજ ઈલાવેનિલ વાલારિવાન (elavenil valarivan)એ 10 મીટર એર રાઇફલ (10 Meter Air Rifle) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. 20 વર્ષની ઈલાવેનિલનો સીનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં આ પહલો ગોલ્ડ મેડલ છે. તેણે 251.7 પોઇન્ટ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની અંજુમ મૌદગિલ 166.8 પોઇન્ટ મેળવીને છઠ્ઠા સ્થાને રહી. આ પહેલા અપૂર્વી ચંદેલા ફાઇનલ સુધી ક્વોલિફાય કરવાથી ખૂબ મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. તે ક્વોલિફાય રાઉન્ડમાં 11માં સ્થાને રહી હતી.
ભારતે આ ઇવેન્ટમાં 2020માં ટોક્યોમાં યોજનારા ઓલિમ્પિકમાં કોટાના સૌથી વધુ બે સ્થાન સુરક્ષિત કરી લીધા છે. એવામાં દસ મીટર એર રાઇફલમાં વધતી સ્પર્ધાએ ભારત માટે રાહતભર્યા સમાચાર આપ્યા છે. ઈલાવેનિલ અને અંજુમે બુધવારે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યુ હતું.
It’s a wonderful start to the #Shooting WorldCup in Rio as 20yr old #TOPSAthlete@elavalarivan wins a gold in women’s 10m air rifle with a score of 251.7.
ઈલાવેનિલે 629.4 પોઇન્ટ મેળવ્યા જ્યારે અંજુમે 629.1 પોઇન્ટ મેળવ્યા. અપૂર્વી 627.7 પોઇન્ટ જ મેળવી શકી અને 11માં સ્થાને રહી. ટોપ 8માં રહેનારી નિશાનેબાજ જ ફાઇનલમાં પ્રવેશ કરે છે. શૂટિંગ વર્લ્ડ કપની આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરનારી ઈલાવેનિલ ત્રીજી ભારતીય મહિલા છે. આ પહેલા અપૂર્વી અને અંજલિ ભાગવત પણ આ સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે.
ઈલાવેનિલનો જન્મ 2 ઑગસ્ટ 1999ના રોજ તમિલનાડુના કુડ્ડાલોરમાં થયો હતો. તેણે 2018માં જૂનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે 2019ના વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં તેના ખાતમાં સિલ્વર મેડલ આવ્યો હતો. 2019માં મ્યૂનિખમાં થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં તે ચોથા નંબરે રહી હતી.